ચૂંટણી વચ્ચે કોંગ્રેસનો પહેલીવાર આટલો મોટો દાવો..,'I.N.D.I.A.' ગઠબંધનને મળશે આટલી બેઠકો? જાણો વ

ચૂંટણી વચ્ચે કોંગ્રેસનો પહેલીવાર આટલો મોટો દાવો..,'I.N.D.I.A.' ગઠબંધનને મળશે આટલી બેઠકો? જાણો વિગત

05/15/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ચૂંટણી વચ્ચે કોંગ્રેસનો પહેલીવાર આટલો મોટો દાવો..,'I.N.D.I.A.' ગઠબંધનને મળશે આટલી બેઠકો? જાણો વ

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024માં વિપક્ષી 'I.N.D.I.A.' ગઠબંધનને 350 બેઠકો મળશે અને નવી સરકાર બનશે. ત્રિપુરા કોંગ્રેસના અધ્યક્ષ આશીષ કુમાર સાહાએ આ દાવો કર્યો છે. આ પહેલીવાર છે જ્યારે કોંગ્રેસ સહિત વિપક્ષના કોઈ નેતાએ આટલો મોટો દાવો કર્યો હોય. સાહાએ કહ્યું કે, 'ભાજપનો અબકી બાર 400 પારનો નારો ખોખલો છે. હકીકતમાં 'I.N.D.I.A.' ગઠબંધનને 350 બેઠકો મળશે અને અમે નવી સરકાર બનાવીશું. નરેન્દ્ર મોદી હવે ત્રીજી વખત વડાપ્રધાન પદ પર વાપસી નહીં કરે. આખા દેશમાં 'I.N.D.I.A.' ગઠબંધનને સમર્થન મળી રહ્યું છે.'


ભાજપ ખોટા વાયદા કરીને લોકોને

ભાજપ ખોટા વાયદા કરીને લોકોને

સાહાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'ભાજપ ખોટા વાયદા કરીને લોકોને મુરખ બનાવતી રહી છે. તે વાયદાને તેઓ પૂરા ન કરી શક્યા. એટલા માટે લોકોએ મન બનાવી લીધું છે કે આ સરકારને બેદખલ કરી દેવાની છે. હવે 'I.N.D.I.A.' ગઠબંધનની સરકાર બનાવવાની છે.  350 બેઠકો પર જીતની સાથે 'I.N.D.I.A.' ગઠબંધનની સરકાર બનશે. 'તો કોંગ્રેસ નેતાની આ ટિપ્પણી પર ભાજપ પ્રવક્તા નબેન્દુ ભટ્ટાચાર્જીએ કહ્યું કે, 'અબકી બાર 400 પારનો નાર હકીકતમાં બદલાશે કારણ કે આપણી પાસે લોકોનું સમર્થન છે. જો  'I.N.D.I.A.' ગઠબંધનના નેતા સત્તામાં આવવાના સપના જુએ છે તો અમને તેનાથી કોઈ તકલીફ નથી.'


I.N.D.I.A.' ગઠબંધનની સાથે

I.N.D.I.A.' ગઠબંધનની સાથે

ત્રિપુરામાં સીપીએમ અને કોંગ્રેસ બંનેએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. ત્યારે બંને પક્ષ રાષ્ટ્રીય સ્તરે  'I.N.D.I.A.' ગઠબંધનની સાથે છે. ત્રિપુરામાં બે બેઠકો છે- પૂર્વ ત્રિપુરા અને પશ્ચિમ ત્રિપુરા. પશ્ચિમ ત્રિપુરા લોકસભા બેઠક પર આશીષ સાહા ખુદ મેદાનમાં છે અને તેમનો મુકાબલો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેબથી છે. તો ઈસ્ટ ત્રિપુરામાં ભાજપ ઉમેદવાર કૃતિ દેવી દેબબર્મા અને સીપીઆઈએમના ધારાસભ્ય રાજેન્દ્ર રિયાંગ વચ્ચે છે. જણાવી દઈએ કે, કોંગ્રેસ અને સીપીએમે ગત વર્ષ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં સાથે મળીને ચૂંટણી લડ્યા હતા.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top