'પાકિસ્તાનનું દુર્ભાગ્ય..', T20 વર્લ્ડ કપ અગાઉ મિસબાહ ઉલ હકનું મોટું નિવેદન, ભારત માટે કહી આ વાત
T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર થઈ રહી છે. આ વખત T20 વર્લ્ડ કપમાં 20 ટીમો હિસ્સો લઈ રહી છે. તેના માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આગામી T20 વર્લ્ડ કપ માટે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં રાખવામાં આવ્યા છે. બંને ટીમો વચ્ચે 9 જૂને હાઇવોલ્ટેજ મેચ રમાશે. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે માત્ર એક વખત હારી છે. હવે T20 વર્લ્ડ કપ અગાઉ પાકિસ્તાનના પૂર્વ ખેલાડી મિસબાહ ઉલ હકે મોટું નિવેદન આપ્યું છે.
મિસબાહ ઉલ હકે કહ્યું કે, જ્યારે વર્લ્ડ કપમાં ભારત સાથે રમવાની વાત આવે છે તો તમે તેને પાકિસ્તાનનું દુર્ભાગ્ય કે માનસિક અવરોધ કહો છો. પાકિસ્તાનને ઘણું કરવાની જરૂરિયાત હશે કેમ કે તે એક મજબૂત બોલિંગ ક્રમ અને 2 સારા સ્પિનરો સાથે એક ખૂબ જ કુશળ ભારતીય ટીમ છે. ભારત પાસે જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ સિરાજ અને હાર્દિક પંડ્યા જેવા સ્તરીય ફાસ્ટ બોલર છે. ભારતીય ક્રિકેટ ટીમનું સ્તર અનેક ગણું વધી ગયું છે. માનસિક વલણ ખૂબ મહત્ત્વ ધરાવે છે અને ઓસ્ટ્રેલિયા માનસિક પક્ષને સૌથી સારી રીતે સંભાળે છે.
મુસબાહે કહ્યું કે, વિરાટ કોહલી એક મોટું કારક બનવા જઇ રહ્યો છે. તેણે ઘણી વખત પાકિસ્તાનને નુકસાન પહોંચાડ્યું છે. તેનો માનસિક રૂપે પાકિસ્તાન પર દબદબો છે. તે મોટા અવસરોથી પ્રેરણા લે છે, દબાવ નહીં. તે એક ટોપ ક્રિકેટર છે. તે એક એવો ખેલાડી છે, જે તમને મેચ જીતાડી શકે છે, સ્ટ્રાઈક રેટ મહત્ત્વ ધરાવતી નથી. સારા ખેલાડી આ નિંદાઓથી પ્રેરણા લે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp