ઇઝરાયેલે ગાઝામાં ફરી તબાહી મચાવી, ઘાતક હુમલો કર્યો; 60 લોકો મૃત્યુ પામ્યા
ઈઝરાયેલે ગાઝામાં ઘાતક હુમલા કર્યા છે. ઈઝરાયેલ તરફથી થયેલા તાજેતરના હુમલામાં 34 લોકોના મોત થયા છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં 43,000 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગાઝા એક યુદ્ધક્ષેત્ર બની રહ્યું છે. ઈઝરાયેલે ગાઝામાં ફરી એકવાર મોટી સૈન્ય કાર્યવાહી કરી છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલે મંગળવારે વહેલી સવારે ઉત્તર ગાઝામાં પાંચ માળની ઇમારત પર હુમલો કર્યો હતો. ગાઝા પટ્ટીના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે વિસ્થાપિત લોકોને આશ્રય આપતી ઇમારત પર ઇઝરાયેલના હુમલામાં મૃત્યુઆંક વધીને 60 થયો છે. મંત્રાલયના ફિલ્ડ હોસ્પિટલ વિભાગના ડાયરેક્ટર ડૉ. મારવાન અલ-હમસે એક ન્યૂઝ કોન્ફરન્સમાં મંગળવારના હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અન્ય 17 લોકો ગુમ છે.
આ હુમલો ઈઝરાયેલની સરહદ નજીક ઉત્તરીય શહેર બીટ લાહિયામાં થયો હતો, જ્યાં ઈઝરાયેલ છેલ્લા ત્રણ અઠવાડિયાથી મોટું ઓપરેશન ચલાવી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયની ઈમરજન્સી સર્વિસે જણાવ્યું કે હુમલામાં અન્ય 20 લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલની સેનાએ આ અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી. ગાઝામાં પેલેસ્ટિનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ કહ્યું છે કે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે વર્ષોથી ચાલેલા યુદ્ધમાં 43,000 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.
આ દરમિયાન અહીં એ પણ જણાવી દઈએ કે હમાસ વિરુદ્ધ યુદ્ધ લડી રહેલી ઈઝરાયેલની સેનાને મોટી સફળતા મળી છે. ઈઝરાયેલી દળોએ ઉત્તરી ગાઝામાં કમલ અડવાન હોસ્પિટલ પર દરોડા દરમિયાન લગભગ 100 શંકાસ્પદ હમાસ આતંકવાદીઓને પકડી લીધા છે. આમાં તે આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે જેમણે નાગરિકોને બહાર કાઢવા દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સેનાને હોસ્પિટલની અંદરથી હથિયારો, આતંકવાદી ભંડોળ અને ગુપ્તચર દસ્તાવેજો મળ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp