શુભમન ગિલે આ ખેલાડી માટે છોડ્યા કરોડો રૂપિયા, આપી મોટી કૂર્બાની
એક તરફ દરેક ખેલાડીઓ કરોડો રૂપિયા કમાવવા માગે છે તો બીજી તરફ એક એવો ખેલાડી છે જે પોતાની ટીમ માટે કરોડો રૂપિયા છોડવા તૈયાર છે. આપણે વાત કરી રહ્યા છીએ શુભમન ગિલની, જેણે IPL 2025 અગાઉ મોટું બલિદાન આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત ટાઇટન્સ ટીમ રાશિદ ખાન અને શુભમન ગિલ બંનેને રીટેન કરવા જઇ રહી છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે રીટેન થનાર પ્રથમ ખેલાડી શુભમન ગિલ નહીં, પરંતુ રાશિદ ખાન હશે. શુભમન ગિલ ટીમનો સુકાની છે, તેમ છતા તે રાશિદ બાદ રીટેન થવા તૈયાર છે.
શુભમન ગિલનું બીજા નંબર પર રીટેન થવા તૈયાર હોવું મોટી વાત છે. વાસ્તવમાં આ ખેલાડી ટીમ ઇન્ડિયાનું મોટું નામ બની ગયો છે. તેને આગામી T20 અને ODI કેપ્ટન માનવામાં આવે છે. તેની સરખામણી વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે. તે વર્તમાન ખેલાડીઓમાં સૌથી મોટી બ્રાન્ડ વેલ્યૂ લઇને આવે છે પરંતુ તેમ છતાં તે નંબર 2 પર રીટેન થવા તૈયાર થઇ ગયો છે. હવે શુભમન નંબર 2 પર રીટેન થશે તો તેનો અર્થ એ પણ છે કે આ ખેલાડીને રાશિદ ખાન કરતા ઓછા પૈસા મળશે. IPL રીટેન્શનના નિયમો અનુસાર, પહેલા નંબર રિટેન થનારા ખેલાડીને 18 કરોડ રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે બીજા નંબર પર રીટેન થનાર ખેલાડીને 14 કરોડ રૂપિયા મળશે. મતલબ ગિલને રાશિદ કરતા ઓછા પૈસા મળશે.
શુભમન ગિલના આ નિર્ણયને ચાહકો સલામ કરી રહ્યા છે. ચાહકોનું માનવું છે કે ગિલે ટીમ માટે પોતાના અહંકારને સામે આવવા દીધો નથી, જે ભાગ્યે જ જોવા મળે છે. વેલ, ગિલ એ પણ જાણે છે કે ગુજરાત ટાઇટન્સનો સૌથી મોટો મેચ વિનર જો કોઇ હોય તો તે રાશિદ ખાન છે. જો રાશિદ ખાન ગુજરાતની ટીમમાં નહીં હોય તો આ ટીમનું સંતુલન બગડી શકે છે. આ જ કારણ છે કે એવા અહેવાલો હતા કે જો ગિલને નંબર વન પર રીટેન કરવામાં આવે છે તો રાશિદ ખાન હરાજીમાં જઇ શકે છે. હવે ગિલે આ સમાચારોને બંધ જ કરાવી દીધા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp