ફટાકડા ફોડતી વખતે અકસ્માત થાય તો શું તમને વીમો મળશે? જાણો શું નિયમ છે
દિવાળીનો તહેવાર દીવા અને ફટાકડાઓનો હોય છે. આ દિવસે લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવે છે. દિવાળી પર ફટાકડા ફોડવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે, પરંતુ ફટાકડા ફોડતી વખતે અને દીવા પ્રગટાવતી વખતે ક્યારેક અકસ્માતો પણ સર્જાય છે. ઘણી વખત દીવાઓના કારણે ઘરમાં આગ લાગી જાય છે, તો ફટાકડાઓના કારણે ઘણા લોકો ઇજાગ્રસ્ત થાય છે અને જીવ પણ ગુમાવે છે. જો આ અકસ્માત સામાન્ય રીતે થાય છે તો વીમો પણ મળી જાય છે. પરંતુ શું દિવાળી દરમિયાન ફટાકડાથી થતા નુકસાન માટે પણ કોઈ વીમો હોય છે? આવો આપણે જાણીએ કે તેને ક્લેમ કરવાની પ્રક્રિયા શું છે.
દિવાળી પર ફટાકડા ફોડવાના કારણે થતા અકસ્માતો માટે તમને UPI એપ પર વીમો મળી રહ્યો છે. આ વીમા દ્વારા તમે પોતાના નુકસાનની ભરપાઈ કરી શકો છો. વાસ્તવમાં, PhonePeએ દિવાળી પર ફટાકડા ફોડવાથી થતા અકસ્માતો માટે ફાયરક્રેકર વીમો લોન્ચ કર્યો છે. આ વીમાની માન્યતા માત્ર 10 દિવસની છે. એટલે કે તમારે ખરીદીના માત્ર 10 દિવસની અંદર તેને ક્લેમ કરવો પડશે.
એવામાં, જો દિવાળી પર તમારી સાથે કોઈ દુર્ઘટના થાય છે, તો તમે PhonePeના ફાયરક્રેકર વીમાનો ઉપયોગ કરી શકો છો. આ હેઠળ તમને હૉસ્પિટલમાં દાખલ થવા અને એક્સિડેન્ટલ ડેથ માટે 25000 રૂપિયાનું કવરેજ મળશે. આ વીમા પોલિસીમાં, પોલિસી ધારક અને તેના/તેણીના જીવનસાથી અને બે બાળકોને આવરી લેવામાં આવે છે.
PhonePeનો ફાયરક્રેકર વીમો અન્ય વીમા કરતા ખૂબ સસ્તો અને અલગ છે. તમારે તેના માટે મોટી રકમ ખર્ચવાની જરૂર નથી, પરંતુ તમે માત્ર 9 રૂપિયાનું પ્રીમિયમ ભરીને તેનો ઉપયોગ કરી શકો છો. આ પ્લાન 25 ઓક્ટોબરથી લાઇવ છે, જો કોઈ તેને આ દિવસ બાદ ખરીદે છે તો તેની વેલિડિટી ખરીદીના દિવસથી શરૂ થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp