રાશિદ બન્યો 'શંકર', રાણી નીકળી 'રૂબીના', 4 પાકિસ્તાની 10 વર્ષથી ભારતમાં છુપાઇને બેઠા હતા; ગુપ્ત

રાશિદ બન્યો 'શંકર', રાણી નીકળી 'રૂબીના', 4 પાકિસ્તાની 10 વર્ષથી ભારતમાં છુપાઇને બેઠા હતા; ગુપ્તચર એજન્સીઓના પણ હોશ ઉડી ગયા

10/01/2024 National

SidhiKhabar

SidhiKhabar

રાશિદ બન્યો 'શંકર', રાણી નીકળી 'રૂબીના', 4 પાકિસ્તાની 10 વર્ષથી ભારતમાં છુપાઇને બેઠા હતા; ગુપ્ત

પાકિસ્તાની મૂળની 2 મહિલાઓ સહિત 4 લોકો છેલ્લા 10 વર્ષથી ભારતમાં છુપાયેલા છે. તેમણે નકલી દસ્તાવેજોની મદદથી પોતાનું હિન્દુ નામ રાખ્યું હતું. કોઇક રીતે ગુપ્તચર એજન્સીઓને આ વાતની જાણકારી મળી ગઇ. ત્યારબાદ બેંગ્લોરથી ચારેયની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાની નાગરિકોની ઓળખ રાશિદ અલી સીદ્દિકી (48), તેની પત્ની આયેશા (38) અને તેમના માતા-પિતા હનીફ મોહમ્મદ (73) અને રૂબીના (61) તરીકે થઇ છે. મળતી માહિતી મુજબ, આ પરિવાર બેંગ્લોરના ગ્રામીણ વિસ્તારના રાજાપુરા ગામમાં રહેતો હતો. રાશિદે પોતાનું નામ શંકર શર્મા, પત્નીનું નામ આશા રાની અને માતા-પિતાનું નામ રામ બાબૂ શર્મા અને રાની શર્મા હતું.


પાકિસ્તાની ભાગવાનો પ્રયાસમાં હતા

પાકિસ્તાની ભાગવાનો પ્રયાસમાં હતા

માહિતી અનુસાર, જ્યારે તપાસ એજન્સીઓ તેમની ધરપકડ કરવા પહોંચી ત્યારે તેઓ પેકિંગ કરી રહ્યા હતા અને ત્યાંથી ભાગી જવાની યોજના બનાવી રહ્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી નકલી નામના ભારતીય આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. હાલમાં ગુપ્તચર એજન્સીએ ખુલાસો કર્યો નથી કે આ ચારેય ભારતમાં કયા મિશન પર હતા? તેમણે અત્યાર સુધી પાકિસ્તાનમાં તેના આકાઓને શું માહિતી આપી છે?


ભાડાના મકાનમાં રહેતા હતા

ભાડાના મકાનમાં રહેતા હતા

તપાસમાં જાણવા મળ્યું કે રાશિદ અને તેનો પરિવાર કરાચીના રહેવાસી છે અને તેની પત્ની લાહોરની રહેવાસી છે. બંનેએ વર્ષ 2011માં લગ્ન કર્યા હતા, ત્યારબાદ તેઓ પાકિસ્તાનથી બાંગ્લાદેશ અને પછી ભારત આવી ગયા હતા અને ત્યારથી તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા. તેમને જે જગ્યા પરથી તેમને પકડવામાં આવ્યા છે, ત્યાં તેઓ છેલ્લા 6 વર્ષ રહેતા હતા. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આરોપી પહેલા બાંગ્લાદેશના ઢાકામાં રહેતા હતા. પડોશીઓએ જણાવ્યું કે તે હિંદુ રીતિ-રિવાજોનું પાલન કરતા હતા અને મંદિરમાં જતા હતા. તેઓ દિવાળી, હોળી જેવા તમામ તહેવારો ઉજવતા હતા અને બધા તેમને શર્મા પરિવારના નામથી ઓળખતા હતા. આ સમગ્ર મામલે તપાસ એજન્સીઓ ચોંકી ઉઠી છે. આરોપીઓના જૂના કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top