'75 વર્ષનો હશે તે નિવૃત્ત થશે કેજરીવાલના આ નિવેદનો અમિત શાહે આપ્યો જવાબ! મોદી ફરી વડાપ્રધાન બનશ

'75 વર્ષનો હશે તે નિવૃત્ત થશે કેજરીવાલના આ નિવેદનો અમિત શાહે આપ્યો જવાબ! મોદી ફરી વડાપ્રધાન બનશે અને..! જુઓ વિડિઓ

05/11/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

'75 વર્ષનો હશે તે નિવૃત્ત થશે કેજરીવાલના આ નિવેદનો અમિત શાહે આપ્યો જવાબ! મોદી ફરી વડાપ્રધાન બનશ

Lok Sabha Elections 2024 : તેલંગાણામાં રેલી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી અને મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 'જો ભાજપ જીતશે તો અમિત શાહ જ વડાપ્રધાન હશે' વાળી ટિપ્પણી અંગે અમિત શાહે જવાબ આપ્યો હતો.


મોદીજી 75 વર્ષના થઈ: અમિત શાહ

મોદીજી 75 વર્ષના થઈ: અમિત શાહ

અમિત શાહે કહ્યું કે, 'હું અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની અને ઈન્ડિ ગઠબંધનને કહેવા માંગુ છું કે, મોદીજી 75 વર્ષના થઈ રહ્યા હોવાથી તમારે ખુશ થવાની બિલકુલ જરૂર નથી. ભાજપના બંધારણમાં એવું નથી લખ્યું કે, મોદીજી ફરી વડાપ્રધાન ના બની શકે. તેઓ ફરી વડાપ્રધાન બનશે અને ટર્મ પણ પૂરી કરશે. ભવિષ્યમાં પણ વડાપ્રધાન મોદી જ દેશનું નેતૃત્વ કરતા રહેશે.'કાયદા અંગે અરવિંદ કેજરીવાલની સમજણ નબળી છે : અમિત શાહ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, 'અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર કરવા માટે વચગાળાના જામીન અપાયા છે. તેમણે સુપ્રીમ કોર્ટની સામે પ્રાર્થના કરી હતી કે તેમની ધરપકડ ખોટી છે, પરંતુ સુપ્રીમ કોર્ટે ન માન્યું. તેમને વચગાળાના જામીન માત્ર 1 જૂન સુધી અપાયા છે અને 2 જૂને તેમને એજન્સીઓની સામે આત્મસમર્પણ કરવું પડશે. જો અરવિંદ કેજરીવાલ તેને ક્લીન ચિટ માને છે તો કાયદા અંગે તેમની સમજણ નબળી છે.'અરવિંદ કેજરીવાલ શું બોલ્યા હતા?

અરવિંદ કેજરીવાલ શું બોલ્યા હતા?

તિહાર જેલમાંથી બહાર આવીને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે આજે (11 મે) પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જે દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'મોદીજી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થઈ રહ્યા છે. 2014માં મોદીજીએ નિયમ બનાવ્યો હતો કે ભાજપમાં જે 75 વર્ષનો હશે તે નિવૃત્ત થશે, પહેલા લાલકૃષ્ણ અડવાણી નિવૃત્ત થયા, પછી મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન, યશવંત સિંહા નિવૃત્ત થયા. હવે મોદીજી આવતા વર્ષે 17મી સપ્ટેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. 17 સપ્ટેમ્બર તેમનો છેલ્લો દિવસ છે. હું ભાજપને પૂછવા માંગુ છું કે તમારા વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ છે?'

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top