'જીતી ગયા તો 2-3 મહિનામાં યોગીને..', આ શું બોલ્યા અરવિંદ કેજરીવાલ

'જીતી ગયા તો 2-3 મહિનામાં યોગીને..', આ શું બોલ્યા અરવિંદ કેજરીવાલ

05/16/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

'જીતી ગયા તો 2-3 મહિનામાં યોગીને..', આ શું બોલ્યા અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સપા સુપ્રીમો અખિલેશ યાદવે આજે લખનૌમાં એક જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી અને કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કર્યો. પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ ચૂંટણીમાં ભાજપની 220થી પણ ઓછી સીટો આવવા જઇ રહી છે. દરેક જગ્યાએ તેની સીટો ઓછી થઈ રહી છે. INDIA ગઠબંધન સરકાર બનાવી રહી છે. મેં થોડા દિવસ અગાઉ કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને હટાવી દેવામાં આવશે. યોગી સરકારને હટાવવાની વાત પર ભાજપના કોઈ નેતાએ કોઈ નિવેદન આપ્યું નથી. યોગીજીનું હટવું નક્કી છે.


220 સીટોથી ઓછી સીટો આવશે ભાજપની

220 સીટોથી ઓછી સીટો આવશે ભાજપની

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જો આ લોકો જીતી ગયા તો 2-3 મહિનામાં યોગીને મુખ્યમંત્રી પદ પરથી હટાવી દેશે. યોગી આદિત્યનાથ જ તેમના માટે કાંટો બની શકે છે, એટલે હવે તેમને પણ હટાવવાની તૈયારી છે. કેજરીવાલે કહ્યું કે, છેલ્લા 4-5 મહિનાથી તેમણે બુમરાણ મચાવી છે 400 પારની..., લોકોએ પૂછ્યું 400 પાર શા માટે જોઈએ, તો તેમણે ન જણાવ્યું. ત્યારબાદ લોકોને અંદરથી ખબર પડી કે તેઓ 400 સીટો એટલે ઈચ્છે છે કેમ કે તેઓ અનામત ખતમ કરવા માગે છે. સંવિધાનને તાર તાર કરવા માગે છે. તેમની 220થી સીટ નીચે આવી રહી છે. ભાજપની સરકાર બની રહી નથી. INDIA ગઠબંધનની સરકાર બની રહી છે, જે દેશને પ્રગતિના માર્ગે લઈ જશે.


ભાજપ ચકિત થઈ ગઈ: અખિલેશ

ભાજપ ચકિત થઈ ગઈ: અખિલેશ

તો પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં અખિલેશ યાદવે કહ્યું કે, દેશનો જે માહોલ છે, 4 ચરણોમાં ભાજપ ચકિત થઈ ગઈ છે, ભાજપ જે 400 પારનો નારો આપી રહી હતી કે તેની 143 સીટોથી ઓછી આવી રહી છે. 543 સીટોમાંથી 400 ઘટાડી દો તો 143 સીટો બચે છે અને એ સીટો જ જોઈ રહી છે. દેશની જનતા તેમને 140 સીટો માટે પણ તરસાવી દેશે. તેઓ UP, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ગૂચવાઈ જશે. આપણે સંવિધાન બચાવવું પડશે. ભાજપના આ ષડયંત્રને સામાન્ય લોકો સમજી ગયા છે. આ વખત ભાજપની સૌથી મોટી હાર થવાની છે. હવે લાગી રહ્યું છે કે હાર બાદ તેઓ ખોટું બોલવાની યુનિવર્સિટી ખોલશે અને વાઇસ ચાન્સેલર અને ડીન ત્યાં પોતે પહોંચી જશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top