Haryana Assembly Election Result 2024: હરિયાણામાં સૌથી રોમાંચક મુકાબલો, BJP માત્ર 32 વોટથી જીતી

Haryana Assembly Election Result 2024: હરિયાણામાં સૌથી રોમાંચક મુકાબલો, BJP માત્ર 32 વોટથી જીતી, પૂર્વ નાયબ મુખ્યમંત્રીની ડિપોઝિટ જપ્ત

10/08/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

Haryana Assembly Election Result 2024: હરિયાણામાં સૌથી રોમાંચક મુકાબલો, BJP માત્ર 32 વોટથી જીતી

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સૌથી રોમાંચક મુકાબલો જિંદની ઉચાના કલાં સીટ પર જોવા મળ્યો હતો, અહીં ભાજપના ઉમેદવાર માત્ર 32 મતોથી જીત્યા હતા. મહત્ત્વની વાત એ છે કે આ સીટ પરથી પૂર્વ નાયબ મુખ્યંત્રી દુષ્યંત ચૌટાલાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ચૌધરી બિરેન્દ્ર સિંહના પુત્ર બ્રિજેન્દ્ર સિંહ ઉચાના કલાં બેઠક પરથી હારી ગયા છે. જો કે, તેમણે ભાજપના ઉમેદવારને જોરદાર ટક્કર આપી અને માત્ર 32 મતથી ચૂંટણી હારી ગયા. મહત્ત્વની વાત એ છે કે અહીં બ્રિજેન્દ્રસિંહ સતત લીડ જાળવી રહ્યા હતા. પરંતુ અંતે ભાજપના દેવેન્દ્ર ચતુર્ભુજ અત્રીનો વિજય થયો છે.


દુષ્યંત ચૌટાલાની ડિપોઝિટ જપ્ત

દુષ્યંત ચૌટાલાની ડિપોઝિટ જપ્ત

મળતી માહિતી મુજબ જીંદની ઉચાના કલાં સીટ કોંગ્રેસ નેતા ચૌધરી બિરેન્દ્ર સિંહનો ગઢ રહી છે. તેઓ અહીંથી ધારાસભ્ય હતા. તેમના પછી તેમના પત્ની પ્રેમલતા પણ અહીંથી ચૂંટણી જીત્યા હતા. દુષ્યંત ચૌટાલાને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. અહીં દુષ્યંતની ડિપોઝિટ જપ્ત થઈ ગઇ અને તેમને માત્ર 7920 મત મળ્યા. અહીં ગાઢ હરિફાઈના કારણે ભાજપ અને કોંગ્રેસના સમર્થકો પણ સામસામે આવી ગયા હતા અને લાંબા સમય સુધી હોબાળો ચાલુ રહ્યો હતો. પરંતુ બાદમાં પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું.


કોને કેટલા મત મળ્યા

કોને કેટલા મત મળ્યા

ઉચાના કલાં બેઠક પરથી જીતેલા ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર ચતુર્ભુજ અત્રીને 48,788 મત મળ્યા. જ્યારે બ્રિજેન્દ્ર સિંહને 48749 મળ્યા છે. ત્યારબાદ અપક્ષ ઉમેદવાર વિજેન્દ્ર ઘોઘરિયાને 31,203 વોટ અને અન્ય અપક્ષ ઉમેદવાર 13221 વોટ મેળવવામાં સફળ રહ્યા હતા. કોઈએ વિચાર્યું નહોતું કે નાયબ મુખ્યંત્રી રહેલા દુષ્યંતની આવી દૂર્ગતિ થશે. પરંતુ, જનતાએ તેમને અરીસો બતાવ્યો છે. આ દરમિયાન દુષ્યંત ચૌટાલાએ સોશિયલ મીડિયાના માધ્યમથી લખ્યું કે શીખવા સંભાળવાના 5 વર્ષ સ્વીકાર. હિસ્સામાં આવેલ દરેક સંઘર્ષ સ્વીકાર, હકોની લડાઇને માર્ગ સ્વીકાર અને તમારા નિર્ણયને નિર્ભયતાથી સ્વીકાર.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top