ક્રિકેટર મેચ અધવચ્ચે છોડી ઘરે ભાગ્યો, સરફરાઝ બાદ આ ખેલાડીને મળ્યા સારા સમાચાર

ક્રિકેટર મેચ અધવચ્ચે છોડી ઘરે ભાગ્યો, સરફરાઝ બાદ આ ખેલાડીને મળ્યા સારા સમાચાર

10/24/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ક્રિકેટર મેચ અધવચ્ચે છોડી ઘરે ભાગ્યો, સરફરાઝ બાદ આ ખેલાડીને મળ્યા સારા સમાચાર

ઓસ્ટ્રેલિયન બેટ્સમેન હિલ્ટન કાર્ટરાઇટે અંગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલનનું એક ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું છે. તેણે તાસ્માનિયા સામેની શેફીલ્ડ શીલ્ડ મેચ દરમિયાન જાતે જ નિવૃત્તિ લેવાનો નિર્ણય કરીને સૌને ચોંકાવી દીધા હતા. બીજા બાળકના જન્મના કારણે તેણે આ નિર્ણય લીધો હતો. કાર્ટરાઇટ મેચમાં ચાયના સમયે 52 રન બનાવીને અણનમ રહ્યો હતો, પરંતુ તેણે તેની પત્ની સાથે સમય પસાર કરવા માટે અધવચ્ચે જ મેચ છોડવાનો નિર્ણય લીધો, જે તેમના બીજા બાળકને જન્મ આપવાની હતી.


સરફરાઝ પણ પિતા બની ગયો છે

સરફરાઝ પણ પિતા બની ગયો છે

બાળકના જન્મ બાદ, કાર્ટરાઇટ ફરીથી મેદાનમાં પ્રવેશ્યો અને પોતાની ટીમને જીત અપાવી. કાર્ટરાઇટ ભારતીય ક્રિકેટર સરફરાઝ ખાન બાદ છેલ્લા કેટલાક દિવસોમાં પિતા બનનાર બીજો ક્રિકેટર છે. કાર્ટરાઇટની જેમ સરફરાઝ પણ એક પુત્રનો પિતા બન્યો છે. ઑસ્ટ્રેલિયા માટે બે ટેસ્ટ અને એટલી જ ODI રમી ચૂકેલા કાર્ટરાઇટે આ ખાસ દિવસે ન માત્ર તેની પત્નીને ટેકો આપ્યો હતો, પરંતુ બીજા જ દિવસે તેની ઇનિંગ્સ ફરી શરૂ કરી હતી અને તેની ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

તેણે આઉટ થવા આગાઉ વધુ 13 રન બનાવ્યા હતા. કાર્ટરાઇટ અને તેની પત્નીને એક પુત્ર હતો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે જણાવ્યું કે તેની પત્ની ટેમીકા 37 અઠવાડિયાની ગર્ભવતી હતી અને તેને કેટલીક સમસ્યાઓ થવા લાગી હતી. આ જ કારણ છે કે ડૉક્ટરોએ એજ દિવસે બાળકને જન્મ આપવાની સલાહ આપી હતી. આ 31 વર્ષના બેટ્સમેને તસ્માનિયાની ટીમના મેચ અધિકારીઓને આ અંગે જાણ કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top