મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂટણીમાં કયો પક્ષ આગળ? RSSનો સર્વે સામે આવ્યો
Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષો ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં વ્યસ્ત છે. ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. દરમિયાન, મહાયુતિના ઘટક દળોએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. તો ઉદ્ધવ જૂથે મોડી રાત્રે 65 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ભાજપની સત્તામાં વાપસી માટે RSSનો આંતરિક સર્વે બહાર આવ્યો છે. સર્વેમાં મહાયુતિને 160 સીટો મળવાનો દાવો કરવામાં આવ્યો છે.
RSSના સર્વે મુજબ લોકસભાની ચૂંટણીમાં ભગવા ગઠબંધન સામે જે લહેર હતી તે વિધાનસભામાં જોવા નહીં મળે. વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને પૂર્ણ બહુમતી મળશે. જો સંઘના સૂત્રોનું કહેવું માનીએ તો માહોલ જાણવા માટે ગુપ્ત રીતે આંતરિક સર્વે કરવામાં આવે છે અને રિપોર્ટના આધારે જ ચૂંટણીની રણનીતિ બનાવવામાં આવે છે. તમને જણાવી દઇએ કે સંઘે ઓક્ટોબરના બીજા સપ્તાહમાં તમામ 288 સીટો પર આ સર્વે કરાવ્યો છે.
સંઘના સર્વે અનુસાર મહાયુતિને ચૂંટણીમાં 160થી વધુ બેઠકો મળશે. ભાજપને 90થી 95 બેઠકો, શિંદેની સેનાને 40-50 બેઠકો અને અજીત પવારની NCPને 25-30 બેઠકો મળી શકે છે. આ સર્વે એવા મતદારો પર કરવામાં આવ્યો હતો જેઓ ભાજપથી અસંતુષ્ટ હતા અને લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા અલાયન્સને મત આપ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે જનતા સંઘના સર્વે પર મહોર લગાવે છે કે પછી ઇન્ડિયા ગઠબંધન મહારાષ્ટ્રમાં પાછું ફરશે.
ઉલ્લેખનીય છે કે સંઘની નિષ્ક્રિયતાનું પરિણામ એ આવ્યું કે લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 સીટોથી સંતોષ માનવો પડ્યો. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બંગાળમાં પાર્ટીને ભારે નુકસાન થયું હતું. ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવી શકી નથી. જો કે NDA ગઠબંધનની સરકાર ચોક્કસ બની ગઈ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp