ભાજપના નેતાના પુત્રએ પાકિસ્તાની યુવતી સાથે કર્યા લગ્ન, વીઝા ન મળતા ઓનલાઇન નિકાહ કર્યા!

ભાજપના નેતાના પુત્રએ પાકિસ્તાની યુવતી સાથે કર્યા લગ્ન, વીઝા ન મળતા ઓનલાઇન નિકાહ કર્યા!

10/21/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ભાજપના નેતાના પુત્રએ પાકિસ્તાની યુવતી સાથે કર્યા લગ્ન, વીઝા ન મળતા ઓનલાઇન નિકાહ કર્યા!

ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક નેતાના પુત્રના લગ્ન ચર્ચામાં છે. ભાજપના નેતાના પુત્રએ પાકિસ્તાનની યુવતી સાથે ઓનલાઇન લગ્ન કર્યા છે. સીમા પાર પોતાના પુત્રના આ ઓનલાઇન લગ્ન જૌનપુરના મખદૂમશાહ અઢનના રહેવાસી ભાજપના સભ્ય તહસીન શાહિદે કર્યા છે. તહસીન શાહિદે પોતાના મોટા પુત્ર મોહમ્મદ અબ્બાસ હૈદરના લગ્ન પાકિસ્તાનના લાહોર શહેરમાં રહેતા તેમના એક સંબંધીની પુત્રી અંદાલીપ ઝહરા સાથે નક્કી કર્યા હતા. મોહમ્મદ અબ્બાસ હૈદરે વીઝા માટે અરજી કરી હતી, પરંતુ બંને પાડોશી દેશો વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવને કારણે તેને વિઝા મળ્યા નહોતા.


વર-કન્યા અને તમામ સંબંધીઓ ઓનલાઇન જોડાયા હતા

વર-કન્યા અને તમામ સંબંધીઓ ઓનલાઇન જોડાયા હતા

આ દરમિયાન દુલ્હનની માતા રાણા યાસ્મીન ઝૈદીની તબિયત લથડી હતી. તેને પાકિસ્તાનની એક હૉસ્પિટલમાં ICUમાં દાખલ કરવી પડી હતી. ત્યારબાદ તહસીન શાહિદે પોતાના પુત્રના લગ્ન ઓનલાઇન કરાવવાનો નિર્ણય લીધો હતો. શુક્રવાર, 18 ઓક્ટોબરની રાત્રે, તહસીન શાહિદ જાનૈયાઓ સાથે કલ્લુ મરહૂમના ઇમામબાડા પહોંચ્યો હતો. તો દુલ્હનના સંબંધીઓ પણ લાહોરમાં દુલ્હનના ઘરે પહોંચ્યા હતા. વર-કન્યા અને તમામ સંબંધીઓ ઓનલાઇન જોડાયા હતા અને નિકાહ વિધિ પૂર્ણ થઇ હતી.

આ લગ્નનું કરાવનાર શિયા ધાર્મિક નેતા મૌલાના મહફુઝુલ હસન ખાને કહ્યું હતું કે ઇસ્લામ ધર્મમાં લગ્ન માટે છોકરીની પરવાનગી જરૂરી છે. યુવતી મોઢે બોલીને મૌલાનાને આ મંજૂરી આપે છે. એવામાં જો છોકરી આ સંમતિ ઓનલાઇન આપે તો લગ્ન થઇ શકે છે. તહસીન શાહિદે જણાવ્યું કે તેની બહેનના લગ્ન 1986માં પાકિસ્તાનમાં થયા હતા, જેની પુત્રી અંદલીપ ઝહરા સાથે તેમણે તેના પુત્રના સંબંધો સાથે નક્કી કર્યા હતા. હવે બંનેએ ઓનલાઇન લગ્ન કરી લીધા છે.

લગ્ન બાદ, વર મોહમ્મદ અબ્બાસ હૈદરે આશા વ્યક્ત કરી છે કે હવે તેની પત્નીને કોઇપણ સમસ્યા વિના ભારતીય વીઝા મળી જશે. તો ભાજપના સભ્ય તહસીન શાહિદે કહ્યું હતું કે અમે મોદી સરકાર પાસે માગ કરી રહ્યા છીએ કે વીઝા સિસ્ટમને સરળ બનાવવી જોઇએ, જેથી ભારત અને પાકિસ્તાન વચ્ચેનું અંતર ઘટી શકે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top