ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું તેમની કેબિનેટ પહેલા કયો પ્રસ્તાવ પાસ કરશે

Jammu Kashmir Assembly Election Results 2024: ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું તેમની કેબિનેટ પહેલા કયો પ્રસ્તાવ પાસ કરશે

10/09/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું તેમની કેબિનેટ પહેલા કયો પ્રસ્તાવ પાસ કરશે

જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ (JKNC) અને કોંગ્રેસના ગઠબંધનને જનાદેશ મળ્યો છે. JKNC ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. મીડિયા સાથે વાતચીત કરવા દરમિયાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે દિલ્હી અને અમારી વચ્ચે એક તફાવત છે. દિલ્હી ક્યારેય સંપૂર્ણ રાજ્ય નહોતું અને કોઇએ તેને રાજ્ય બનાવવાનો વાયદો કર્યો નહોતો. 2019 અગાઉ, જમ્મુ અને કાશ્મીર એક રાજ્ય હતું અને અમને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો વાયદો આપવામાં આવ્યો છે.


ભાજપે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો વાયદો કર્યો હતો

અબદુલ્લાએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી ન અમિત શાહ સહિત ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓએ તેનો વાયદો કર્યો છે અને વારંવાર કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ પગલાં ઉઠાવવામાં આવશે - સીમાંકન, ચૂંટણી અને પછી રાજ્યનો દરજ્જો. સીમાંકન અને ચૂંટણી થઇ ગઇ છે, હવે રાજ્યનો દરજ્જો બાકી છે. અહીં સરકાર બન્યા બાદ મને આશા છે કે કેબિનેટનો પહેલો નિર્ણય રાજ્યનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ પસાર કરવાનો હશે અને પ્રસ્તાવ પીએમ મોદીને મોકલવામાં આવશે.


બે બેઠકોમાંથી કઇ છોડશે?

બે બેઠકોમાંથી કઇ છોડશે?

તેઓ બડગામ અને ગાંદરબલ વચ્ચે કઇ સીટ છોડશે? આ સવાલ પર ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે હું બંને સીટ રાખી શકતો નથી. મારે એક બેઠક છોડી દેવી પડશે. હું મારા સહયોગીઓ સાથે ચર્ચા કરીશ અને તમને નિર્ણય વિશે જણાવીશ. થોડા મહિના અગાઉ જ્યારે બારામુલ્લાના પરિણામો આવી રહ્યા હતા (લોકસભા ચૂંટણીમાં), હું શરૂઆતમાં આગળ ચાલી રહ્યો હતો, પરંતુ અડધા કલાકમાં તે બદલાઇ ગયા અને અંતર વધી ગયું. મેં હંમેશાં કહ્યું છે કે એક્ઝિટ પોલ સમયની બર્બાદી છે.


5 નોમિનેટડ ધારાસભ્યો પર આ વાત કહી

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં 5 નોમિનેટેડ ધારાસભ્યો પર ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે હું તેમને એવું ન કરવાનું સૂચન આપીશ. આ 5 લોકોને નોમિનેટ કરીને સરકાર નહીં બદલાય તો તેનો શું ફાયદો? તમે બિનજરૂરી રીતે 5 લોકોને વિપક્ષમાં બેસવા માટે નોમિનેટ કરશો. લડાઇ થશે કારણ કે અમારે ફરીથી સુપ્રીમ કોર્ટમાં જવું પડશે અને તેની સામે અપીલ કરવી પડશે. સરકાર બનવા દો, તેમને સૂચનો આપવા દો અને તેના આધારે ઉપરાજ્યપાલે નિમણૂક કરવી જોઇએ. આ 5 ધારાસભ્યો કોઇ ફેરફાર નહીં લાવે. અપક્ષ ઉમેદવારો અમારી સાથે વાત કરી રહ્યા છે, તેઓ અમારી સાથે જોડાશે, જેથી અમારી લીડ વધે.


અબ્દુલ્લાએ જનતાનો આભાર માન્યો હતો

અબ્દુલ્લાએ જનતાનો આભાર માન્યો હતો

JKNC-કોંગ્રેસ ગઠબંધનની ચૂંટણીમાં જીત બાદ ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે હું જમ્મુ અને કાશ્મીરના લોકોનો ખૂબ આભારી છું કે તેમણે મતદારોનો તેમના મતનો ઉપયોગ કર્યો. છેલ્લા 8-10 વર્ષથી અહીં લોકશાહીને ખીલવા દેવામાં આવી નહોતી. JKNC-કોંગ્રેસ ગઠબંધનને બહુમતી મળી. મતદારોએ સમજી વિચારીને મતદાન કર્યું, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં અપક્ષ ઉમેદવારો અને નાના પક્ષો દ્વારા મતોની વહેંચણી માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું. અમારી જવાબદારી હવે શરૂ થાય છે, મતદારોએ તેમની ફરજ બજાવી છે. હવે કામ કરવું અને મતદારોની અપેક્ષાઓ પર ખરા ઉતરવું એ આપણી ફરજ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top