મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ મહિલા ઉમેદવારના પિતાનું છે દાઉદ કનેક્શન!
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ગરમાવો તેજ છે, આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અજીત પવાર જૂથે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં નવાબ મલિકની પુત્રી સના મલિકને ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ અણુશક્તિ નગર વિધાનસભાથી સનાને પોતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિક પર મની લોન્ડ્રિંગનો આરોપ છે. મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા સીટો છે. અહીં, બંને ગઠબંધન, મહાયુતિ અને મહાવિકાસ અઘાડીમાં 3-3 મુખ્ય પક્ષોનો સમાવેશ થાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDએ ફેબ્રુઆરી 2022માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી અને ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓની ગતિવિધિઓ સંબંધિત કેસમાં નવાબ મલિકની ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક તબક્કામાં મતદાન થશે, ત્યારબાદ 23 નવેમ્બરે મતગણતરી કરવામાં આવશે. અહીં નામાંકન ચકાસણીની અંતિમ તારીખ 30 ઓક્ટોબર છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજ્યમાં કુલ 9.63 કરોડ મતદારો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp