ચૂંટણી અગાઉ જ શરદ પવાર કરી રહ્યા છે ખેલ પર ખેલ, મહાયુતિને આપ્યો વધુ એક ઝટકો, બીજેપી જોતી જ રહી

ચૂંટણી અગાઉ જ શરદ પવાર કરી રહ્યા છે ખેલ પર ખેલ, મહાયુતિને આપ્યો વધુ એક ઝટકો, બીજેપી જોતી જ રહી ગઇ

10/04/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ચૂંટણી અગાઉ જ શરદ પવાર કરી રહ્યા છે ખેલ પર ખેલ, મહાયુતિને આપ્યો વધુ એક ઝટકો, બીજેપી જોતી જ રહી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત અગાઉ જ ખેલ શરૂ થઇ  ગયો છે. મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે. 288 સભ્યોવાળી વિધાનસભાની તારીખો ગમે ત્યારે જાહેર થઇ  શકે છે. આ દરમિયાન શરદ પવારે ચેકમેટની રાજકીય રમતમાં પાવર દેખાડવાનો શરૂ કરી દીધો છે. શરદ પવાર લોકસભા ચૂંટણીમાં તેમના પ્રદર્શનથી ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. આ જ કારણ છે કે હવે તેઓ વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિનો ખેલ બગાડવામાં વ્યસ્ત છે. શરદ પવાર ભાજપને એક બાદ એક અનેક ઝટકા આપી રહ્યા છે.

સમરજિત સિંહ ઘાટગે અને હર્ષવર્ધન પાટીલ બાદ પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભાજપને વધુ એક ઝટકો લાગ્યો છે. વિધાનસભા ચૂંટણી અગાઉ શરદ પવારે ભાજપની અંદર વધુ એક સેંધમારી કરી છે. રાજેન્દ્ર અન્ના દેશમુખ ભાજપ છોડીને શરદ પવારની પાર્ટી NCPમાં જોડાઇ ગયા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને આટપાડી ખાનપુરના નેતા રાજેન્દ્ર અન્ના દેશમુખે ભાજપ પર પણ પ્રહાર કર્યો છે.


રાજેન્દ્ર અન્ના દેશમુખે ભાજપ પર લગાવ્યો આ આરોપ

રાજેન્દ્ર અન્ના દેશમુખે ભાજપ પર લગાવ્યો આ આરોપ

ભાજપમાંથી NCPમાં આવેલા રાજેન્દ્ર અન્ના દેશમુખે સાંગલીમાં શરદ પવારને મળ્યા અને જાહેરાત કરી કે તેઓ ભાજપ છોડી રહ્યા છે. રાજેન્દ્ર અન્ના દેશમુખે ભાજપ પર તેમને શિવસેના શિંદે જૂથને વેચવાનો આરોપ લગાવ્યો છે. તેમજ રાજેન્દ્ર અન્ના દેશમુખે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ખાનપુર બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડવા માટે ઇચ્છુક છે. 2019માં શિવસેનાના અનિલ બાબર આટપાડી ખાનપુરથી ચૂંટાયા હતા. શિવસેનામાં બળવો થયા બાદ અનિલ બાબર એકનાથ શિંદે સાથે ગયા હતા, પરંતુ થોડા મહિના અગાઉ અનિલ બાબરનું અવસાન થયું હતું. મહાગઠબંધનમાં આ સીટ શિવસેનાને જશે એટલે રાજેન્દ્ર અન્ના દેશમુખ ભાજપ છોડીને શરદ પવાર જૂથમાં જોડાયા છે.


વિધાનસભા ચૂંટણીની રણનીતિ બનાવવા સાંગલી પહોંચ્યા

વિધાનસભા ચૂંટણીની રણનીતિ બનાવવા સાંગલી પહોંચ્યા

આ દરમિયાન શરદ પવાર વિધાનસભા ચૂંટણીની રણનીતિ બનાવવા સાંગલી પહોંચ્યા છે. કોંગ્રેસ નેતા જયશ્રી પાટીલે પણ શરદ પવાર સાથે મુલાકાત કરી છે. જયશ્રી પાટીલ સાંગલીથી કોંગ્રેસના મહત્ત્વાકાંક્ષી ઉમેદવાર છે. તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં 288 સભ્યોની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કોઇ પણ સમયે થઇ શકે છે. ચૂંટણી પંચે ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી છે. મહારાષ્ટ્રમાં નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top