ચંદ્રયાન-4: વૈજ્ઞાનિકે જણાવ્યું-ચંદ્રના કયા હિસ્સા પર લેન્ડ થશે આપણું મૂન મિશન?

ચંદ્રયાન-4: વૈજ્ઞાનિકે જણાવ્યું-ચંદ્રના કયા હિસ્સા પર લેન્ડ થશે આપણું મૂન મિશન?

05/16/2024 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

ચંદ્રયાન-4: વૈજ્ઞાનિકે જણાવ્યું-ચંદ્રના કયા હિસ્સા પર લેન્ડ થશે આપણું મૂન મિશન?

ભારતે ગયા વર્ષે ઓગસ્ટમાં ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક ચંદ્રના સાઉથ પોલની નજીક ઉતારીને ઇતિહાસ રચી દીધો હતો. હવે ISROના વૈજ્ઞાનિક ચંદ્રયાન-4 પર તેજીથી કામ કરી રહ્યા છે. આ મિશનનું ઉદ્દેશ્ય ન માત્ર ચંદ્રની સપાટી પર લેન્ડ કરવાનું છે, પરંતુ ત્યાંની માટી અને અન્ય પદાર્થ લઈને પાછું પૃથ્વી પર ફરવાનું છે. હવે સવાલ ઉઠે છે કે પોતાના ચોથા મૂન મિશન દરમિયાન ISRO ચંદ્રયાન કયા હિસ્સા પર લેન્ડ કરવાનું છે. ડિરેક્ટર ઓફ સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)ના ડિરેક્ટર નિલેશ દેસાઇએ તેનો ખુલાસો કર્યો છે.


ચંદ્રયાન-4ની લેન્ડિંગ સાઇટ શિવ શક્તિ પોઈન્ટની નજીક થશે

ચંદ્રયાન-4ની લેન્ડિંગ સાઇટ શિવ શક્તિ પોઈન્ટની નજીક થશે

નિલેશ દેસાઇએ જણાવ્યું કે, ચંદ્રયાન-4ની લેન્ડિંગ સાઇટ શિવ શક્તિ પોઈન્ટની નજીક થશે. શિવ શક્તિ પોઈન્ટ એ જગ્યા છે, જ્યાં ભારતનું ચંદ્રયાન-3 ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. તેમણે કહ્યું કે, શિવ શક્તિ પોઈન્ટ દક્ષિણી ધ્રુવથી સૌથી નજીક છે. આ જગ્યાએ સ્થાયી રૂપે છાયાવાળા ક્ષેત્રોમાં સંભવિત પાણી અને બરફના ડિપોઝિટના રૂપમાં જાય છે. ચંદ્રનો એક દિવસ લગભગ 14 દિવસ બરાબર હોય છે. આ મિશનની લાઈફ પણ એટલી જ હશે. ત્યારબાદ આગામી 14 દિવસ ચંદ્ર પર ત્યાં અત્યંત ઠંડીવાળા કઠોર દિવસનો સામનો કરવો પડે છે.


શું છે ચંદ્રયાન-4નું ઉદ્દેશ્ય:

શું છે ચંદ્રયાન-4નું ઉદ્દેશ્ય:

મલ્ટી લોન્ચ, મલ્ટી મોડ્યુલ દૃષ્ટિકોણની વિશેષતાવાળું ચંદ્રયાન-4 ISRO માટે એક મિલનો પથ્થર સાબિત થશે. હેવી લિફ્ટ LVM-3 અને વિશ્વસનીય PSLV રોકેટ મિશનની સફળતા માટે જરૂરી વિભિન્ન પેલોડ લઈ જશે. ચંદ્રયાન-4નું પ્રાથમિક ઉદ્દેશ્ય ચંદ્રની સપાટીથી નામૂના એકત્ર કારવાનું અને તેમને વૈજ્ઞાનિક વિશ્લેષણ માટે આપણાં ગ્રહ પર પરત લાવવાનું છે. આ ઉપલબ્ધિ અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીને જ હાંસલ કર્યું છે. મિશનમાં પાંચ આંતરિક યાન મોડ્યુલ સામેલ છે. આ મહત્ત્વકાંક્ષી પ્રયાસમાં કેટલાક પડકાર પણ છે. વિશેષ રૂપે લેન્ડિંગ સ્થળ પાસે ઉબડ-ખાબડ વિસ્તાર અને ઢાળ. સુરક્ષિત લેન્ડિંગ સુનિશ્ચિત કરવા માટે ISROના એન્જિનિયરોને સ્પષ્ટ લેન્ડિંગ ટેક્નિક અને ઉન્નત નેવિગેશન સિસ્ટમને વિકસિત કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top