આખરે સુરતમાં ભાજપ “બિનહરીફ”! આખરી ઉમેદવારે પણ ફોર્મ પાછુ ખેંચ્યું! તમામ ઉમેદવારોએ એક પછી એક ફોર

આખરે સુરતમાં ભાજપ “બિનહરીફ”! આખરી ઉમેદવારે પણ ફોર્મ પાછુ ખેંચ્યું! તમામ ઉમેદવારોએ એક પછી એક ફોર્મ ખેંચી લીધા!

04/22/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

આખરે સુરતમાં ભાજપ “બિનહરીફ”! આખરી ઉમેદવારે પણ ફોર્મ પાછુ ખેંચ્યું! તમામ ઉમેદવારોએ એક પછી એક ફોર

loksabha 2024, Surat : લોસભામાં સતત ત્રીજી વખત બહુમતી સાથે ચૂંટાઈ આવવા માટે ભાજપ કોઈ કસર છોડવા નથી માંગતું. પણ સુરત બેઠક પર જરા અલગ જ રમત રમાઈ ગઈ ઓવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. અહીં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સામેના ‘તમામ’ ઉમેદવારોએ પોતપોતાના ફોર્મ પાછા ખેંચી લેતા ચૂંટણી પહેલા જ મુકેશભાઈ ‘બિનહરીફ’ જાહેર થઇ ગયા છે! કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ ર્સ થયા પછી બીજા હરીફોએ ટપોટપ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા હતા!


કોણ છે એ મહાપુરુષો, જેમણે લડવા પહેલા જ શરણાગતિ સ્વીકારી?

કોણ છે એ મહાપુરુષો, જેમણે લડવા પહેલા જ શરણાગતિ સ્વીકારી?

કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ ચર્ચાસ્પદ રીતે રદ થયું, એ પછી તમામ હરીફોએ પોતાના ફોર્મસ પાછા ખેંચી લીધા હતા. એક માત્ર બસપાના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ ફોર્મ પાછુ ખેંચવામાં વાર લગાડી હતી. પરંતુ આજે બપોરે પ્યારેલાલે પણ પોતાનું ફોર્મ પાછુ ખેંચતા ભાજપના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા. આ પહેલા અબ્દુલ હમીદ ખાન (સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી), જયેશ મેવાડા (ગ્લોબલ રીપબ્લીકન પાર્ટી), સોહેલ શેખ (લોગ પાર્ટી), અજીતસિંહ ઉમટ (અપક્ષ), કિશોર ડાયાની (અપક્ષ), રમેશ બારિયા (અપક્ષ), ભરત પ્રજાપતિ (અપક્ષ) પોતાનું ફોર્મ પાછુ ખેંચી ચૂક્યા છે.


તમામ હરીફ ઉમેદવારો ખસી જતા હવે ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈને ચૂંટણી પહેલા જ જીતી ગયા છે! બીજી તરફ વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર મોટો ઉલટફેર જોવા મળી રહયો છે. અપક્ષ ઉમેદવારી કરવારા મધુ શ્રીવાસ્તવે ફોર્મ પરત ખેંચ્યું છે. મધુ શ્રીવાસ્તવના દીકરી નીલમે પણ ઉમેદવારી પરત ખેંચી છે. મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવે ડિપોઝીટ પણ ગુમાવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top