અમિત શાહના ફેક વીડિયો અંગે ગુજરાત પોલીસે મેવાણીના PA અને આપ કાર્યકર્તાની ધરપકડ કરી! જાણો સમગ્ર

અમિત શાહના ફેક વીડિયો અંગે ગુજરાત પોલીસે મેવાણીના PA અને આપ કાર્યકર્તાની ધરપકડ કરી! જાણો સમગ્ર મામલો?

04/30/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અમિત શાહના ફેક વીડિયો અંગે ગુજરાત પોલીસે મેવાણીના PA અને આપ કાર્યકર્તાની ધરપકડ કરી! જાણો સમગ્ર

Amit Shah Fake Video Case : ગુજરાત પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ફેક વીડિયો શેર કરવાના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કોંગ્રેસ ના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ના પીએ સહિત બે લોકોની ધરપકડ કરી છે. જ્યારે બીજો વ્યક્તિ આમ આદમી પાર્ટી નો કાર્યકર્તા હોવાનું કહેવાય છે.


મુંબઈ પોલીસમાં પણ ફરિયાદ

મુંબઈ પોલીસમાં પણ ફરિયાદ

બીજીતરફ મુંબઈ ભાજપ નેતા પ્રતીક કરપેએ ફેક વીડિયો શેર કરવાના આરોપમાં મહારાષ્ટ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં પોલીસે મહારાષ્ટ્ર કોંગ્રેસ (યુવા)ના સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ કેસ નોંધી કાર્યવાહી શરૂ કરી દીધી છે. વાસ્તવમાં અમિત શાહના ભાષણનો એક વીડિયો એડિટ કર્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ કરાયો હતો, પરંતુ છેવટે તપાસ કર્યા બાદ આ વીડિયો ફેક હોવાનું સામે આવ્યું હતું.


શું હતો સમગ્ર મામલો?

શું હતો સમગ્ર મામલો?

દિલ્હી પોલીસે રવિવારે વીડિયો ટેમ્પરિંગને લઈને કેસ નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે IPC કલમ 153, 153A, 465,469, 66 IT એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે તેલંગાણામાં એક ચૂંટણી રેલીમાં અમિત શાહે એસસી-એસટી અને ઓબીસી આરક્ષણ ચાલુ રાખવાની વાત કરી હતી, પરંતુ એક ફેક વીડિયોમાં તેને ખતમ કરવાની વાત કરવામાં આવી હતી અને તેને વાયરલ કરવામાં આવ્યો હતો. બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ અમિત શાહનો વીડિયો એડિટ કર્યો છે અને તેને ખોટી રીતે બતાવી રહ્યો છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top