RTOએ ભારે કરી' ગુજરાતમાં હવે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવું મુશ્કેલ બન્યું! જાણો કેમ?

RTOએ ભારે કરી' ગુજરાતમાં હવે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવું મુશ્કેલ બન્યું! જાણો કેમ?

05/17/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

RTOએ  ભારે કરી' ગુજરાતમાં હવે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવું મુશ્કેલ બન્યું! જાણો કેમ?

ગુજરાતમાં હવે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવું થયું મુશ્કેલ. કારણે ફરી RTOના સર્વરમાં ખામી સર્જાઈ છે. એટલે હવે રાજ્યભરમાં બે દિવસ ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય. RTOનું સર્વર ખરાબ થતા ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં થાય. સર્વર ખરાબ હોવાના કારણે અનેક અરજદારોને હાલાકી પડી રહી છે. માર્ચ મહિનામાં 20 દિવસ બંધ રહ્યા બાદ હવે ફરીથી સર્વરમાં ખામી થઈ છે અને ફરી મેઈન્ટેનન્સના નામે સર્વર બંધ કરાયું છે. જેમને આ દિવસોમાં અપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી. તેમને હવે ફરીથી નવી અપોઈન્ટમેન્ટ અપાશે.


સુરતમાં સેંકડો લોકો અટવાયા

સુરતમાં સેંકડો લોકો અટવાયા

સુરત આરટીઓની ઓનલાઈન કામગીરી ફરી એકવખત ખોટકાઈ છે. સર્વરના નામે આખો દિવસ કામગીરી બંધ રહેતા હજારો લોકોએ વધુ એકવખત આકરી ગરમીમાં શેકાવાનો વખત આવ્યો છે. ભર ઉનાળે લોકો પોતાના આરટીઓના કામ કરવા કચેરીએ તો પહોચી રહ્યા છે. પરંતુ કામ કરવા વિના જ પાછા પરત ફરી રહ્યા છે.ખાસ કરીને ડ્રાઈવિંગ લાઈસન્સ સહિતની કામગીરી માટે નવેસરથી ઓનલાઈન એપોઈમેન્ટ લેવાની ફરજ પડતા તંત્રની કામગીરી સામે રોષની લાગણી પ્રવતી રહી છે. ત્રણ દિવસ આરટીઓ કચેરીમાં તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી બંધ રહેશે.


300થી વધુ ઓનલાઈન એપોઈમેન્ટ

300થી વધુ ઓનલાઈન એપોઈમેન્ટ

લર્નિંગ લાઈસન્સ કઢાવવા સુરત આરટીઓ કચેરીને પ્રતિદિન 250 ઓનલાઈન અરજી મળી રહી છે. તો, પાકા ડ્રાઈવિંગ લાઈસન્સ માટે 550 અને ડ્રાઈવિંગ લાઈસન્સ રિન્યુ કરાવવા માટે 300થી વધુ ઓનલાઈન એપોઈમેન્ટ લેવામાં આવી રહી છે. હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું હોય વિદેશમાં અભ્યાસ કરવા જનારા સેંકડો વિદ્યાથીઓ દ્વારા ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમીટ માટે ઓનલાઈન અરજી કરવામાં આવે છે. એક માસ અગાઉથી તારીખ અને ટાઈમ સ્લોટ બુક કરાવનારા સંખ્યાબંધ વિદ્યાથીઓ તંત્રની લાપરવાહીને કારણે ઉદાસ ચહેરે પરત ફર્યા હતા. ખાસ કરીને નજીકના દિવસોમાં વિદેશ અભ્યાસ માટે જનારા વિદ્યાથીઓ માટે નવેસરથી એપોઈમેન્ટ લેવાનું કપરું બન્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top