ઉજ્જૈનનું આ અનોખું ઝાડ જે ના તો પાંદડાં, ફળો કે પછી ફૂલથી પ્રખ્યાત છે! દુર થી કેરી લટકે છે એવું લાગશે પણ નજીક થી તો...'જુઓ વિડિઓ
Ujjain Tree : આજ સુધી તમે અનેક પ્રકારના વૃક્ષો જોયા જ હશે. કેટલાંક વૃક્ષો તેમનાં પાંદડાંને કારણે પ્રખ્યાત છે તો કેટલાંક તેમનાં ફળોને કારણે.તો કેટલાક તેમના આકષર્ક દેખાવ અને મનમોહી લે તેવાદેખાવના કારણે જાણીતા હોય છે. પરંતુ જો અમે તમને જણાવીએ કે ઉજ્જૈનમાં એક એવું વૃક્ષ છે જેના પર ન તો પાંદડા છે અને ન તો કોઈ ફળ.
આ ઝાડ પર માત્ર પોપટ જ લટકે છે. હા,સાંભળીને આશ્ચર્ય જરૂર લાગે પણ આ પોપટના ઝાડ પર એક હજારથી વધુ પોપટ રહે છે.આ ચમત્કારિક પોપટ વૃક્ષનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. જેમાં એક હજારથી વધુ પોપટ ઝાડ પર લટકેલા જોવા મળ્યા હતા. આ પોપટના અવાજોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠે છે. બધા પોપટ રાત્રે આ ઝાડ પર પોતાનો સમય વિતાવે છે. સવારે તેઓ ખોરાકની શોધમાં નીકળે છે કે તરત જ તેઓ આ ઝાડ પર પાછા ફરે છે. જેના કારણે આ વૃક્ષ દિવસ દરમિયાન ઉજ્જડ દેખાય છે.
View this post on Instagram A post shared by Bhumi Rambhia 🇮🇳 | TRAVEL (@wanderfulbhumi)
A post shared by Bhumi Rambhia 🇮🇳 | TRAVEL (@wanderfulbhumi)
એક ઝાડ પર આટલા બધા પોપટ શું કરે છે? વાસ્તવમાં, આ કોઈ ચમત્કાર નથી પરંતુ માનવ કર્મોનું પરિણામ છે. લોકોએ આ વિસ્તારમાં મોટાભાગના વૃક્ષો કાપી નાખ્યા છે. આવી સ્થિતિમાં આ વિસ્તારમાં પોપટનું એક જ ઝાડ છે. આ કારણોસર, બધા પોપટને આ ઝાડ પર આવવાની ફરજ પડી છે. આ કારણથી એવું લાગે છે કે જાણે આ વૃક્ષ જ પોપટનું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp