અમિત શાહે કર્યો ખુલાસો" જો ભાજપ 272 બેઠક પણ ન જીત્યો શું હશે પ્લાન B?" જાણો શું કહ્યું?

અમિત શાહે કર્યો ખુલાસો" જો ભાજપ 272 બેઠક પણ ન જીત્યો શું હશે પ્લાન B?" જાણો શું કહ્યું?

05/17/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

અમિત શાહે કર્યો ખુલાસો

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થવા જઈ રહ્યું છે. એવામાં ભાજપનું કહેવું છે કે NDA પૂર્ણ બહુમતથી આવશે જયારે વિપક્ષી ગઠબંધન કહે છે કે 4 જૂને ભાજપની વિદાય થશે. એવામાં એક ઈન્ટરવ્યૂમાં ગૃહમંત્રી અમિત શાહને પૂછવામાં આવ્યું કે, "જો ભાજપ 272 બેઠક પણ ન જીત્યો શું હશે પ્લાન B?" તેના જવાબમાં અમિત શાહે કહ્યું છે કે ભાજપને બહુમતી મળી ચૂકી છે અને હવે તેને માત્ર 400 પાર કરવાનો છે. એવામાં વિપક્ષ અમિત શાહના આ દાવાની મજાક ઉડાવી રહ્યો છે. પરંતુ આ બાબતમાં અમિત શાહનો આત્મવિશ્વાસ એવો છે કે પીએમ મોદી જંગી બહુમતીથી જીતશે.  


પ્લાન B શું છે?

પ્લાન B શું છે?

આ ઉપરાંત જયારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે જો NDAને 272થી ઓછી સીટો મળે તો શું, શું તમારી પાસે કોઈ પ્લાન B તૈયાર છે? તેના પર અમિત શાહે કહ્યું કે, "મને એવી કોઈ સંભાવનાઓ દેખાતી નથી. પ્લાન B ત્યારે બનાવવો પડે જયારે પ્લાન A સફળ થવાનાની સંભાવના 60 ટકાથી ઓછી હોય. મને વિશ્વાસ છે કે મોદીજી જંગી બહુમતીથી જીતશે."


60 કરોડ લાભાર્થીઓની સેના - અમિત શાહ

60 કરોડ લાભાર્થીઓની સેના - અમિત શાહ

અમિત શાહને પૂછવામાં આવ્યું કે, 'જો ભાજપ 4 જૂને 272ના આંકડા સુધી ન પહોંચી શકે તો શું થશે?' તેના પર અમિત શાહે કહ્યું, 'મને આવી કોઈ શક્યતા દેખાતી નથી. 60 કરોડ લાભાર્થીઓની મજબૂત સેના પીએમ મોદીની સાથે ઉભી છે. તેમની કોઈ જાતિ કે વય જૂથ નથી. જેમને સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે તેઓ જાણે છે કે પીએમ નરેન્દ્ર મોદી શું છે અને શા માટે 400 સીટો આપવી જોઈએ.

સોશિયલ મીડિયા પર હાલ અફવાઓ છે કે ત્રીજી વખત ભાજપ સત્તામાં આવ્યા બાદ અનામત હટાવી દેવામાં આવશે, આ અફવા પર અમિત શાહે જણાવ્યું હતું કે, "અમે લાખો કિલોમીટરનો પ્રવાસ કરીએ છીએ. બસ સોશિયલ મીડિયા જોતા નથી.  હું ફરી કહું છું કે જ્યાં સુધી આ દેશમાં ભાજપનો એક પણ સાંસદ છે ત્યાં સુધી એસસી, એસટી અને ઓબીસીની અનામતને કોઈ હટાવી શકશે નહીં. નરેન્દ્ર મોદીથી મોટો આ વર્ગનો કોઈ શુભચિંતક હોઈ શકે નહીં."


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top