કાળઝાળતી ગરમી વચ્ચે અંબાલાલ પટેલની વરસાદને લઈ ને ભારે આગાહી! જાણો ક્યારથી ગાજવીજ સાથે વરસાદ ખાબ

કાળઝાળતી ગરમી વચ્ચે અંબાલાલ પટેલની વરસાદને લઈ ને ભારે આગાહી! જાણો ક્યારથી ગાજવીજ સાથે વરસાદ ખાબકશે?

05/08/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

કાળઝાળતી ગરમી વચ્ચે અંબાલાલ પટેલની વરસાદને લઈ ને ભારે આગાહી! જાણો ક્યારથી ગાજવીજ સાથે વરસાદ ખાબ

Ambalal Patel Forecast : ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે.


ભારે પવન સાથે છાંટા પડશે

ભારે પવન સાથે છાંટા પડશે

અંબાલાલ પટેલે કહ્યું કે, આરબ દેશમાંથી વંટોળ આવી રહ્યું છે. જેને લઈ પાકિસ્તાન, કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં વંટોળની આગાહી કરાઇ છે. 10થી 14મે દરમિયાન ભારે પવન સાથે છાંટા પડશે. જેમાં ખાસ કરીને પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા અને ખેડામાં વરસાદ પડશે. આ સાથે અમદાવાદ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે છાંટા પડશે.ગરમીમાં ઘટાડો થયા પછી પુન:ગરમી વધશે. મે અને જૂનમાં દરિયાકિનારે ચક્રવાત સાથે પવનનું દબાણ સર્જાશે. તેમણે ઉમેર્યું કે, 16મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે. 16 મેથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે. અંબાલાલ પટેલે આગાહી કરી કે, પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ રહેતા ચક્રવાત સર્જાશે.


ચોમાસાની વહેલી શરૂઆત

ચોમાસાની વહેલી શરૂઆત

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, 24મેથી 5 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ પડશે. આ સાથે કહ્યું કે, ગુજરાતમાં ચોમાસાની વહેલી શરૂઆત થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 17 જૂન બાદ ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે. આ તરફ અંબાલાલ પટેલે ઉમેર્યું કે, આ વર્ષે રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top