પરષોત્તમ રૂપાલાના વિવાદ પર વિજય રૂપાણી જુઓ શું બોલ્યા
ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને પરષોત્તમ રૂપાલાની મુશ્કેલી ઓછી થઈ રહી નથી. રાજકોટથી લોકસભાની સીટના ભારતીય જનતા પાર્ટી (BJPના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન પર ક્ષત્રિય સમાજમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ મામલે રાજકીય ચર્ચાઓ અને વિરોધ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે. પરષોત્તમ રૂપાલાના વિવાદ પર વિજય રૂપાણીએ કહ્યું કે, ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો સમાજ છે. પરષોત્તમ રૂપાલાએ બે વાર માફી માગી છે. મને લાગે છે કે, ક્ષત્રિય સમાજ ચોક્કસ માફી આપશે.
વિજય રૂપાણીએ પરેશ ધાનાણીને લઈને ચાલતી અટકળો પર કહ્યું કે, પરેશ ધાનાણીને લાભ લેવો હોય તો લઈ લે, શબ્દો યાદ રાખજો, પરેશ ધાનાણી ભૂંડી રીતે હારશે. ગુજરાતની 26 બેઠક પર ભાજપને કોઈ પડકાર નથી. ગુજરાતમાં ત્રીજી વાર ભાજપ 26માંથી 26 બેઠક જીતશે. જનતા તૈયાર છે, મતદાનની રાહ જોવાઈ રહી છે છે. રૂપાણીએ કોંગ્રેસ પર નિશાનો સાધતા કહ્યું કે, કોંગ્રેસને ઉમેદવાર મળતા નથી. કોંગ્રેસની સ્થિતિ ખૂબ દયનીય છે. પરષોત્તમ રૂપાલાના નિવેદન પર ક્ષત્રિય સમાજમાં નારાજગી પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે, ખેર હવે જોવાનું એ રહેશે કે ભાજપ રાજકોટથી ઉમેદવાર બદલે શહે કે પરષોત્તમ રૂપાલા જ ચૂંટણી લડે છે. જો ભાજપ ઉમેદવાર બદલતી નથી તો ભાજપને તેનું નુકસાન થશે કે કેમ? એ તો હવે આગામી દિવસોમાં જ ખબર પડશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp