T20 વિશ્વ કપમાં રમાનાર ભારતીય ક્રિકેટ ટીમની થઇ જાહેરાત, ટીમમાં આ ખેલાડીના નામે લોકોની ચર્ચાને ખ

T20 વિશ્વ કપમાં રમાનાર ભારતીય ક્રિકેટ ટીમની થઇ જાહેરાત, ટીમમાં આ ખેલાડીના નામે લોકોની ચર્ચાને ખોટી પડી, જાણો વિગત

04/30/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

T20 વિશ્વ કપમાં રમાનાર ભારતીય ક્રિકેટ ટીમની થઇ જાહેરાત, ટીમમાં આ ખેલાડીના નામે લોકોની ચર્ચાને ખ

1 જુનથી શરુ થનારા ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમનું એલાન કરી દેવાયું છે. ભારતની ટી-20ની ટીમ જાહેર કર્યા પહેલા અમદાવાદમાં બીસીસીઆઈ ચીફ સિલેકટર અજિત અગરકર અને સચિવ જય શાહની આગેવાનીમાં એક મોટી બેઠક મળી હતી. આ ટીમનું નેતૃત્વ ફરી રોહિત શર્માને જ સોંપવામાં આવ્યું છે. તો હાર્દિક પંડ્યાને મોટી જવાબદારી આપતાં વાઈસ કેપ્ટન જાહેર કર્યો છે. આ સાથે રિષભ પંતને વિકેટ કીપર તરીકે સામેલ કરવામાં આવ્યો છે.


ટી-20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમ

ટી-20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમ

ટી20 વર્લ્ડ કપની ભારતીય ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. જ્યારે રિઝર્વ ખેલાડી તરીકે શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાનને પસંદ કરાયા છે. આ સાથે નવા ચહેરા અને યુવાઓની સ્ક્વૉડમાં શિવમ દુબે, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, અક્ષર પટેલ અને ચહલનો સમાવેશ કરાયો છે.


હાર્દિક પંડ્યાને મોટી જવાબદારી સોંપી

હાર્દિક પંડ્યાને મોટી જવાબદારી સોંપી

જે ખેલાડીઓને T20 વર્લ્ડકપની ટીમમાં સ્થાન નથી મળ્યું તેમાં સૌથી ટોચે નામ છે કે.એલ. રાહુલનું. જ્યારે મોહમ્મદ શામી જે ઈજાને કારણે આઈપીએલમાં પણ રમી શક્યો નથી તેનું પણ આ યાદીમાં નામ સામેલ નથી. બીસીસીઆઈએ હાર્દિક પંડ્યાને મોટી જવાબદારી સોંપીને વાઈસ કેપ્ટન જાહેર કર્યો છે. આ પહેલા એવી ચર્ચા હતી કે હાર્દિક પંડ્યાને ટી 20 વર્લ્ડ કપમાંથી બાકાત રાખવામાં આવશે પરંતુ પસંદગીકારોએ આ ચર્ચાને ખોટી પાડી હતી.  

ટી20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો વર્લ્ડ કપમાં રમવાની છે. ટીમોને 4 ગ્રુપમાં વહેંચાઈ છે. દરેક ગ્રુપમાં 5 ટીમ છે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સુપર 8માં જશે. આ પછી સેમિ ફાઈનલ અને ત્યાર બાદ ફાઈનલ રમાશે. ટી 20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થશે અને 29 જૂને સમાપ્ત થશે. ફાઇનલ 29 જૂને બાર્બાડોસમાં રમાશે. પ્રથમ મેચ 1 જૂને અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે.


ટી-20 વર્લ્ડ કપ માટેના ચાર ગ્રુપ

  • ગ્રુપ એ – યુએસએ, ભારત, પાકિસ્તાન, કેનેડા અને આયર્લેન્ડ.
  • ગ્રુપ બી – ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ અને ઓમાન
  • ગ્રુપ સી – વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, યુગાન્ડા અને પાપુઆ ન્યુ ગિની
  • ગ્રુપ ડી – દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને નેપાળ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top