રાહુલ ગાંધીએ પાટણની જનસભામાં ભાજપ પર કર્યા આકરા પ્રહાર' આપ્યા આ મોટા વાયદા! જાણો શું કહ્યું?

રાહુલ ગાંધીએ પાટણની જનસભામાં ભાજપ પર કર્યા આકરા પ્રહાર' આપ્યા આ મોટા વાયદા! જાણો શું કહ્યું?

04/29/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રાહુલ ગાંધીએ  પાટણની  જનસભામાં ભાજપ પર કર્યા આકરા પ્રહાર' આપ્યા આ મોટા વાયદા! જાણો શું કહ્યું?

રાહુલ ગાંધી હાલ ગુજરાતના પ્રવાસે છે આ દરમિયાન તેઓ આજે પાટણ પહોચ્યાં હતા જ્યાં જનસભા સંબોધી છે. ત્યારે સંબોધનની શરુઆત કરતા જ હિન્દુસ્તાનનું લોકતંત્ર અને સંવિધાન બચશે કે નહીં જેવો પ્રશ્ન ઉઠાવી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે  BJP અને RSS ના લોકો ચાહે છે કે સંવિધાન ખતમ થઈ જાય જ્યરે અમે તેની રક્ષા કરીએ છે. આઝાદી પછી જે મળ્યું જેનુ કારણ સંવિધાન છે અને આજે પહેલીવાર બીજેપીના નેતા ખુલીને કહી રહ્યા છે કે અમે ચૂંટણી જીત્યા તો સંવિધાનને બદલી નાખીશુ અને ફાળીને ફેકી દઈશું આ જ સંવિધાન જ આપડી રક્ષા કરે છે. તમે જોયુ 10 વર્ષમાં શું થયુ ગુજરાત અને દેશમા શું થયું.


22 એવા લોકો છે જેમની પાસે એટલુ ધન છે કે

22 એવા લોકો છે જેમની પાસે એટલુ ધન છે કે

આજે હાલત એ છે 22 એવા લોકો છે જેમની પાસે એટલુ ધન છે કે 70 કરોડ હિન્દુસ્તાનીઓ પાસે જેટલુ છે. અદાણી, અંબાણી જેવા લોકો, 16 લાખ કરોડ રુપિયા બિઝનેસમેનના માફ કર્યા જ્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવતું નથી. રાહુલ ગાંધીએ આ ભાષણ દરમિયાન રામ મંદિરનો પણ પ્રશ્ન ઉઠાવ્યો જેમાં કહ્યું કે દેશના રાષ્ટ્રપતિ પહેલા વ્યક્તિ છે તે આદિવાસી હોવાના કારણે તેમને અહીં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.


મહાલક્ષ્મી યોજનાની જાહેરાત

મહાલક્ષ્મી યોજનાની જાહેરાત

અદાણી ને જેટલા પૈસા મોદીજીએ આપ્યા છે તેટલા જ પૈસા અને ખેડૂતો , વહેપારીઓને આપીશું.  મહાલક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે જેમાં લિસ્ટ બનશે જેમાંથી દરેક ઘરની મહિલાનું નામ જોડાશે જેમાં સરકાર દર મહિને મહિલાના અકાઉન્ટ વર્ષે 1લાખ રુપિયા મળશે.  8,500 રુપિયા દરમહિના આપવામાં આવશે અને તે દરેક વર્ગની મહિલાને આપવામાં આવશે અને ત્યાં સુધી આપવામાં આવશે જ્યાં સુધી તે ગરીબી રેખાથી બહાર ના આવી જાય.


પહેલી નોકરી પક્કી યોજનાની વાત કરી

પહેલી નોકરી પક્કી યોજનાની વાત કરી

પહેલી નોકરી પક્કી યોજનાની પણ અહીં વાત કરી જેમાં ગ્રેજ્યુએટ યુવાને સરકાર પાસેથી એપ્રેન્ટીશીપ માંગશે જેમાં સરકારે તેમને જોબ આપવી પડશે. આ સાથે દર વર્ષે તેમને 1 લાખ રુપિયા આપવામાં આવશે. આ પહેલી નોકરી પક્કીની વાત કરી હતી. ભારતના ખેડૂતોનું દેવું માફ કરીશું.


અગ્નિવીર યોજનાને લઈને તેમણે મોટી જાહેરાત

અગ્નિવીર યોજનાને લઈને તેમણે મોટી જાહેરાત

આ સાથે અગ્નિવીર યોજનાને લઈને તેમણે મોટી જાહેરાત કરી હતી કે આ યોજનાને હટાવી દઈશું આ સાથે તેમણે કહ્યું કે આ યોજના રક્ષકો એ નહોતી માંગી આ તો મોદી સરકાર લઈને આવી છે. આ સાથે GSTને લઈને પણ વાત કરી હતી કે તેમા કોઈ જાતનો ટેક્સ નહી હોય.ભાવનગરના રાજા પર કહી મોટી વાત ભાવનગરના રાજાને લઈને કહ્યું કે તેમણે ઘણુ સારુ કર્યું અમે તેમનું ઘણુ સમ્માન કરીએ છીએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top