હે આ શું? બગાસું લેવા મોં ખોલ્યું પછી બંધ જ ન થયું મોઢું' ડોક્ટરે આપ્યું ચોકાવનારુ કારણ..! જાણો
અમેરિકાના મિશિનગમાં છોકરી સાથે એવી ઘટના બની કે જેના વિશે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે. તેણે બગાસું માટે તેનું મોં ખોલ્યું, જે ફરી બંધ થયું નહીં. તેને દવાખાને આવવું પડ્યું. અહીં ડોક્ટરે તેની તપાસ કરી. આ છોકરી છે સોશિયલ મીડિયા પ્રભાવક જેન્ના સિનાત્રા. તેની ઉમર 21 વર્ષની છે. જેન્નાએ આ દર્દનાક અનુભવને કેમેરામાં કેદ કર્યો. તેણે તેનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. તેણીએ કહ્યું, 'હું વિશ્વાસ કરી શકતી નથી કે આ બન્યું છે.
મિશિગનના પ્લાસ્ટિક સર્જન ડૉ. એન્થોની યૂને જેન્નાના જડબાની સ્થિતિને 'ઓપન લોક' તરીકે વર્ણવી છે. જેમાં વાસ્તવમાં જડબા ખુલ્યા બાદ બંધ થઈ શકતા નથી. જેના પોતાની હાલત વિશે જણાવતા હોસ્પિટલ આવી. અહીં ડોક્ટરે તેનો એક્સ-રે કર્યો અને તેનું જડબું ફરીથી રિપેર કર્યું. ડૉક્ટરે કહ્યું, 'અમે તમારા સ્નાયુઓને થોડો આરામ આપીશું અને પછી તેને સામાન્ય સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરીશું.
New Jersey woman, 21, gets jaw stuck open YAWNING too hard. Is that called lock jaw? https://t.co/3170limbAy via @MailOnline — BigDaddy (@strujillo075) May 8, 2024
New Jersey woman, 21, gets jaw stuck open YAWNING too hard. Is that called lock jaw? https://t.co/3170limbAy via @MailOnline
તેણે કહ્યું કે બગાસું ખાતી વખતે, જેન્નાએ એટલું ઝડપથી મોં ખોલ્યું કે તેનું જડબું જકડાઈ ગયું હતું પછી જે તેની સામાન્ય સ્થિતિમાં આવ્યું નહોતું. ડોક્ટરે માઈનર ઓપરેશન કરીને તેના જડબાને સામાન્ય સ્થિતિમાં લાવી દીધું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp