ગુજરાતમાં 2 દિવસમાં ડૂબવાની બીજી ઘટના, હવે આ નદીમાં નાહવા પડેલા એ લોકો પાણીમાં ડૂબ્યાં

ગુજરાતમાં 2 દિવસમાં ડૂબવાની બીજી ઘટના, હવે આ નદીમાં નાહવા પડેલા એ લોકો પાણીમાં ડૂબ્યાં

05/15/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં 2 દિવસમાં ડૂબવાની બીજી ઘટના, હવે આ નદીમાં નાહવા પડેલા એ લોકો પાણીમાં ડૂબ્યાં

હાલમાં જ નર્મદા નદીમાં નહાવા પડેલા 9 લોકો અચાનક જ નર્મદા નદીના પાણીમાં ડૂબી ગયા હતા. જેમાંથી 2 વ્યક્તિઓનો બચાવ કરવામાં આવ્યો હતો તો અન્ય 7 લોકોને બચાવી શકાયા નહોતા. તો હવે પાણીમાં ડૂબવાની બીજી ઘટના સામે આવી છે. નવા સાદુળકા ગામ નજીક મચ્છુ નદીમાં 6 સગીર અને એક યુવાન નદીમાં નાહવા પડ્યા હતા. નાહતી વખત અચાનક નદીમાં પગ લપસી જતાં એક યુવાન અને 2 સગીર નદીમાં ડૂબી ગયા. જ્યારે અન્ય સગીરો જીવ બચાવીને બહાર આવી ગયા છે. જાણકારી મળતા ફાયર અને પોલીસ વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે અને શોધખોળ હાથ ધરવામાં આવી છે.


મચ્છુ 3 ડેમની નદીમાં 3 લોકો ડૂબ્યાં

મચ્છુ 3 ડેમની નદીમાં 3 લોકો ડૂબ્યાં

આ અંગે ફાયર વિભાગના જણાવ્યા મુજબ, મચ્છુ 3 ડેમની નદીમાં આજુબાજુના વિસ્તારના અંદાજે 3 તરુણો ડૂબી ગયાનીજાણકારી મળી છે. જેમને શોધવા માટે ફાયરની ટીમ કામે લાગી છે. પહેલા એક યુવક ડૂબ્યા બાદ તેને બચાવવા જતા 2 સગીરા પણ ડૂબી ગયા. અહી કૂલ લગભગ 7 યુવાન અને સગીર નાહવા આવ્યા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી અને અન્ય 4 યુવાનો બચી ગયાનું જાણવા મળી રહ્યું છે. પાણીમાં ડૂબી ગયેલા લોકોની ઓળખ પરમાર ચિરાગ તેજાભાઇ (ઉંમર 20 વર્ષ), ભંખોડિયા ધર્મેશ ભુપેન્દ્રભાઈ (વર્ષ 16 વર્ષ), ભંખોડિયા ગૌરવ કિશોરભાઈ (વર્ષ 17 વર્ષ)ના રૂપમાં થઇ છે.


મંગળવારે પણ પાણીમાં ડૂબવાની બની હતી ઘટના

મંગળવારે પણ પાણીમાં ડૂબવાની બની હતી ઘટના

એવી જ એક ઘટના મંગળવારે પણ સામે આવી હતી. મંગળવારે બપોરે 12:00 વાગ્યે 8 લોકો નર્મદા નદીમાં નહાવા ગયા હતા. ત્યારે જ ઉંદનવાળી જગ્યાએ 9 લોકો પાણીમાં ગરકી ગયા હતા, જેથી કિનારે બેઠા પરિવારજનોને બૂમાબૂમ કરી હતી. સ્થાનિક તરવૈયાઓએ 2 લોકોને બચાવી લીધા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top