વાહન ચાલકો રેહજો સાવધાન'આ ડૉક્યુમેન્ટ નહીં હોય તો ખિસ્સુ ખાલી થઇ જશે' પેટ્રોલ પંપ પહોંચતા જ થશે

વાહન ચાલકો રેહજો સાવધાન'આ ડૉક્યુમેન્ટ નહીં હોય તો ખિસ્સુ ખાલી થઇ જશે' પેટ્રોલ પંપ પહોંચતા જ થશે દંડ! જાણો

05/15/2024 National

SidhiKhabar

SidhiKhabar

વાહન ચાલકો રેહજો સાવધાન'આ ડૉક્યુમેન્ટ નહીં હોય તો ખિસ્સુ ખાલી થઇ જશે' પેટ્રોલ પંપ પહોંચતા જ થશે

Petrol Pump PUC Certificate : વાહનોના લીધે થતાં પ્રદુષણમાં ઘટાડો કરવા સરકાર સીએનજી, એલએનજી, ઈલેક્ટ્રિક, તથા બાયો ફ્યુલ સંચાલિત વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. બીજી બાજુ ટ્રાફિક પોલીસ પણ પ્રદુષણમાં ઘટાડો કરવા અનેક પ્રયાસો કરી રહી છે. જેના માટે પુણેમાં એક ઓટોમેટેડ સિસ્ટમ વિકસિત કરવામાં આવી રહી છે.


ઓટોમેટેડ સિસ્ટમ

ઓટોમેટેડ સિસ્ટમ

આ સિસ્ટમ એવા વાહનો પર નજર રાખશે, જેનું પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ એક્સપાયર થઈ ચૂક્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સિસ્ટમ પુણેના પેટ્રોલ પંપ પર લાગૂ કરવામાં આવશે, જેમાં એક કેમેરો ફીટ કરવામાં આવશે. તે પેટ્રોલ ભરાવવા આવતા વાહનોની સિસ્ટમમાં નોંધાયેલા ડેટાને ઓળખી સરળતાથી તે વાહનની પીયુસી વેલિડિટી જણાવશે. 


10000નો દંડ ફટકારવાની જોગવાઈ

10000નો દંડ ફટકારવાની જોગવાઈ

પીયુસી ન ધરાવતા તેમજ એક્સપાયર થઈ ગયેલા વાહનો પર રૂ. 10000નો દંડ ફટકારવાની જોગવાઈ પણ છે. આ યોજના દિલ્હીમાં પણ લાગૂ થશે.પર્યાવરણને સુરક્ષિત રાખવા જવાબદાર નાગરિક તરીકે પોતાના વાહનની પીયુસી વેલિડિટી હંમેશા ચેક કરવી જોઈએ. અને જો એક્સપાયર થઈ જાય તો તાત્કાલિક ધોરણે તપાસ કરી નવુ સર્ટિફિકેટ મેળવી લેવુ જોઈએ. મોટાભાગના પેટ્રોલ પંપ પર પ્રદુષણ તપાસ કેન્દ્ર (પીયુસી સેન્ટર)ની સુવિધા છે. જ્યાં તમે વાહનના પોલ્યુશન લેવલની તપાસ કરી માન્ય પીયુસી પ્રાપ્ત કરી શકો છો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top