ADR રિપોર્ટમાં ઉમેદવારોની આવક તથા ગુનેગારો અંગે ચોંકાવનારો ખુલાસો! આટલા ઉમેદવારો સામે ગંભીર ગુન

ADR રિપોર્ટમાં ઉમેદવારોની આવક તથા ગુનેગારો અંગે ચોંકાવનારો ખુલાસો! આટલા ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ,જાણો

04/29/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ADR રિપોર્ટમાં ઉમેદવારોની આવક તથા ગુનેગારો અંગે ચોંકાવનારો ખુલાસો! આટલા ઉમેદવારો સામે ગંભીર ગુન

Lok Sabha Election 2024 : 7 મી મે નાં રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાનાર છે. ત્રીજા તબક્કામાં ગુજરાતમાં પણ મતદાન યોજાનાર છે. ત્યારે ત્રીજા તબક્કામાં સૌથી વધુ ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો ચૂંટણી લડશે. તેવો એક ચોંકાવનારો રિપોર્ટમાં ખુલાસો થવા પામ્યો છે.


23 માંથી 6 ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ

23 માંથી 6 ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ

લોકસભાનાં ત્રીજા તબક્કામાં સૌથી વધારે ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો મેદાને છે. લોકસભાનાં ત્રીજા તબક્કાનાં મતદાન પહેલા ઉમેદવારો અંગે ચોંકાવનારો રિપોર્ટ પ્રકાશમાં આવ્યો છે. રાજ્યમાં ભાજપનાં 26 માંથી 4 ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. કોંગ્રેસનાં 23 માંથી 6 ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ દાખલ થયા છે.


આટલા ઉમેદવારો કરોડપતિ હોવાનો ખુલાસો

આટલા  ઉમેદવારો કરોડપતિ હોવાનો ખુલાસો

ગુજરાત ભાજપનાં 26 માંથી 24 ઉમેદવાર કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસનાં 23 માંથી 21 ઉમેદવાર કરોડપતિ છે. ત્રીજા તબક્કામાં કોંગ્રેસનાં 23 માંથી 21 ઉમેદવારો કરોડપતિ છે. ત્રીજા તબક્કામાં કોંગ્રેસનાં 26, ભાજપનાં 22 ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ દાખલ છે. ત્રીજા તબક્કામાં ઉમેદવારોની સંપત્તિ અંગે પણ ખુલાસો થયો છે. કોંગ્રેસનાં 68 માંથી 60 ઉમેદવારો કરોડપતિ હોવાનો ખુલાસો છે. ભાજપનાં 82 માંથ 77 ઉમેદવારો કરોડપતિ હોવાનો ખુલાસો થયો છે.

દેશનાં સૌથી પૈસાદાર ઉમેદવારમાંથી ભાજપનાં 5 ઉમેદવારો છે. ધનવાન ઉમેદવારોની યાદીમાં કોંગ્રેસનાં 2, સપાનો 1 ઉમેદવાર છે. ADR સંસ્થાનાં રિપોર્ટમાં ઉમેદવારોની આવક અને ગુનાઓ અંગે ખુલાસો કર્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top