આ શું 63 વર્ષની વયે મહિલા માતા બનશે.? પતિ માત્ર 26 વર્ષનો, શું આવુ થઈ શકે? જાણો વિગત

આ શું 63 વર્ષની વયે મહિલા માતા બનશે.? પતિ માત્ર 26 વર્ષનો, શું આવુ થઈ શકે? જાણો વિગત

05/16/2024 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

આ શું 63 વર્ષની વયે મહિલા માતા બનશે.? પતિ માત્ર 26 વર્ષનો, શું આવુ થઈ શકે? જાણો વિગત

ઉંમરમાં 37 વર્ષનો તફાવત હોવા છતાં પણ આ દંપતીએ જીવનભર માત્ર સાથે રહેવાનું વચન જ નથી આપ્યું, પરંતુ હવે તેઓ એક બાળકના માતા પિતા બનવા જઈ રહ્યા છે. 63 વર્ષીય ચેરીલે તેના 26 વર્ષના પતિ કુરાન મેકકેન સાથેનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કહી રહી છે કે, હવે તે જલ્દી જ માતા બનવા જઈ રહી છે. અમેરિકામાં રહેતા આ કપલનું પોતાનો પરિવાર શરૂ કરવાનું સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યું છે. ચેરીલેપોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ પણ શેર કરીને કહ્યું કે, લગભગ એક અઠવાડિયા પહેલા જ તેની સરોગેટ પ્રેગ્નન્સી થઈ હતી.


હું બહુ ખુશ છું. હું પિતા બનવાનો છું

હું બહુ ખુશ છું. હું પિતા બનવાનો છું

આ દપંતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક પર તેમનો એક  વીડિયો શેર કર્યો છે. એક રિપોર્ટ પ્રમાણે આ દંપતીએ તેમના બાળકના ધબકારા સાંભળ્યા. તે સરોગેટને ચેકઅપ માટે ડોક્ટર પાસે લઈ ગયો. ચેરીલ કહે છે  'અમે ખૂબ જ ઉત્સુક છીએ,' તો આ બાજુ તેનો પતિ પણ ખુશ છે અને તે વીડિયોમાં સ્કેન ફોટા બચાવી રહ્યો છે. તે કહે છે, 'હું રાહ નથી જોઈ શકતો. હું બહુ ખુશ છું. હું પિતા બનવાનો છું. આખરે અમારું પોતાનું એક પરિવાર હશે. હવે આ ખરેખર થવાનું છે. અમે અમારુ પરિવાર શરુ કરવા જઈ રહ્યા છીએ.


એક યુઝરે લખ્યું, 'આ કેવી રીતે શક્ય બને?

એક યુઝરે લખ્યું, 'આ કેવી રીતે શક્ય બને?

તેમનો આ વીડિયો જોયા પછી લોકો તેમની પોસ્ટ પર ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. એક યુઝરે લખ્યું, 'આ કેવી રીતે શક્ય બને?' તો વળી અન્ય એક યુઝરે કહે છે કે, 'મને આના પર વિશ્વાસ નથી થઈ રહ્યો.' અન્ય ત્રીજો યુઝર લખે છે, 'તે શક્ય જ નથી.' ચોથા યુઝરે કહ્યું, 'મને ખબર નથી કે શું કહેવું, સિવાય કે મને આશા છે કે તે કામ કરે.'

જો કે કેટલાક લોકો આ કપલને અભિનંદન પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'તમને ખૂબ ખૂબ અભિનંદન. લોકો શું કહે છે તેનાથી કોઈને ફરક પડતો નથી! તેમની પાસે બાળક આપવા માટે ખૂબ પ્રેમ છે! એવા પણ લોકો છે, જેઓ તેમના બાળકોની કોઈ પરવા પણ કરતાં. હું આ દપંતી માટે ખુશ છું!' અન્ય યુઝરે લખે છે કે, 'અભિનંદન, અને તમારા સરોગેટને ખાનગી અને સુરક્ષિત રાખો. તેને સોશિયલ મીડિયા કે બીજે ક્યાંયથી બિનજરુરી તણાવ લેવાની જરૂર નથી.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top