બોલિવૂડ એક્ટર સાહિલ ખાનની ધરપકડ! જાણો શું છે આરોપ ?

બોલિવૂડ એક્ટર સાહિલ ખાનની ધરપકડ! જાણો શું છે આરોપ ?

04/29/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

બોલિવૂડ એક્ટર સાહિલ ખાનની ધરપકડ! જાણો શું છે આરોપ ?

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની SIT દ્વારા બોલિવુડ એક્ટર સાહિલ ખાનની ધરપકડ કરવામાં આવી છે. જે અંતર્ગત SITએ છત્તીસગઢના જગદલપુરથી સાહિલની ધરપકડ કરી છે. જે બાદ તેને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. મુંબઈની માટુંગા પોલીસ મહાદેવ બેટિંગ એપ કેસની તપાસમાં અભિનેતા સાહિલ ખાનનું નામ સામે આવ્યું છે.


આ છે આરોપ

આ છે આરોપ

મળતી માહિતી મુજબ, સાહિલ ખાન ધ લાયન બુક એપ નામની સટ્ટાબાજીની એપ સાથે સંકળાયેલો હતો જેમાં તે એપ ચલાવવાથી લઈને તેનુ પ્રમોશન કરતો હતો. મળતી માહિતી મુજબ તે મહાદેવ બેટિંગ એપ નેટવર્કનો એક ભાગ છે. આ કેસમાં મુંબઈ પોલીસે સાહિલની પણ પૂછપરછ કરી હતી. મુંબઈની માટુંગા પોલીસ મહેદેવ બેટિંગ એપ કેસની તપાસમાં સાહિલ ખાનનું નામ સામે આવ્યું હતું. સાહિલે જામીન માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો પરંતુ તેને કોર્ટમાંથી રાહત મળી ન હતી. કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી.


સાહિલ ખાન ફરાર હતો

સાહિલ ખાન ફરાર હતો

કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા સાહિલ ખાન આગોતરા જામીન અને કોર્ટમાંથી ધરપકડમાંથી રાહત ન મળતા ફરાર થઈ ગયો હતો. તેણે મુંબઈ છોડી દીધું હતું. જે બાદ પોલીસ તેને સતત શોધી રહી હતી. આ સમયગાળા દરમિયાન સાહિલે પોલીસથી બચવા માટે ઘણી વખત પોતાનું લોકેશન પણ બદલ્યું હતું. અગાઉ રૂ. 15,000 કરોડના મહાદેવ સટ્ટાબાજીના કેસની તપાસ માટે રચાયેલી SITએ સાહિલ ખાનની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ લગભગ 4 કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન સાહિલે આ મામલે તેની કોઈ પણ ભૂમિકા હોવાનો ઈન્કાર કર્યો હતો. તેણે સ્પષ્ટ કહ્યું કે તેને આ મામલામાં કોઈ લેવાદેવા નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top