ગુજરાતના આ જિલ્લામાં સર્જાયેલ ગોઝારા રોડ અકસ્માતમાં એક સાથે અધધ આટલા લોકોના મોત, જાણો સંપૂર્ણ વ

ગુજરાતના આ જિલ્લામાં સર્જાયેલ ગોઝારા રોડ અકસ્માતમાં એક સાથે અધધ આટલા લોકોના મોત, જાણો સંપૂર્ણ વિગત

04/17/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતના આ જિલ્લામાં સર્જાયેલ ગોઝારા રોડ અકસ્માતમાં એક સાથે અધધ આટલા લોકોના મોત, જાણો સંપૂર્ણ વ

રાજ્યમાં દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સૌથી વધુ વ્યસ્ત રહેતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર એક મોટી દુર્ઘટના બનવાના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. જેમાં ઘટના સ્થળે જ આઠ લોકો અને બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે. હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. અકસ્માત બાદ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે.


રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી

રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી

મળતી માહિતી અનુસાર, ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વડોદરાથી અમદાવાદ તરફ કાર જઈ હતી. જ્યાં આ અકસ્માત નડ્યો છે. અકસ્માત સર્જાતા તાત્કાલિક રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેના પગલે 108 ની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. આ સાથે જ એક્સપ્રેસ હાઈવે ની પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં જીવ ગુમાવેલ તમામ મૃતકોના મૃતદેહનુ પીએમ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે કરાશે.


દુર્ઘટનાગ્રસ્ત થયેલી અર્ટિગા કાર અમદાવાદ પાર્સિંગની

દુર્ઘટનાગ્રસ્ત થયેલી અર્ટિગા કાર અમદાવાદ પાર્સિંગની

આ અક્સ્માત થતાં જ 108ની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, સાથે જ એક્સપ્રેસ હાઈ-વેની પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દુર્ઘટનાગ્રસ્ત થયેલી અર્ટિગા કાર અમદાવાદ પાર્સિંગની છે. આ કારનો નંબર GJ-27-EC-2578 છે. જેનું કરણ ગીરીશભાઈ બ્રહ્મભટ્ટના નામ પર કારનું રજીસ્ટ્રેશન છે. જિલ્લા કલેક્ટર પણ ઘટના સ્થળે જવા રવાના થયા છે. બે ઈમરજન્સી 108 અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 108ની ટીમના જણાવ્યા અનુસાર, 'આઠ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે ત્રણ લોકોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top