પુરુશોત્તમ રુપાલાએ એવું તો શું નિવેદન કર્યું કે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતના BJPને "રા

પુરુશોત્તમ રુપાલાએ એવું તો શું નિવેદન કર્યું કે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતના BJPને "રામ રામ" ! જાણો સમગ્ર મામલો?

03/30/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

પુરુશોત્તમ રુપાલાએ એવું તો શું નિવેદન કર્યું કે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતના BJPને

કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે આજે ભાજપનાં પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતા વિવાદ વધવા પામ્યો છે. ત્યારે ભાજપનાં રાજકોટ લોકસભા બેઠકનાં ઉમેદવાર પુરુશોત્તમ રુપાલા દ્વારા કરેલ વિવાદિત નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુશોત્તમ રુપાલાની ટિકીટ રદ્દ કરવાની માંગ પણ કરવામાં આવી છે. ગોંડલમાં ગઈ કાલે યોજવામાં આવેલી ક્ષત્રિય સમાજની બેઠકને કરણી સેનાનાં પ્રમુખ રાજ શેખાવતે ભાજપ પ્રેરિત ગણાવી વિરોધ કર્યો હતો.


હું ભારતીય જનતા પાર્ટીમાં કોઈપણ પદ પર

હું ભારતીય જનતા પાર્ટીમાં કોઈપણ પદ પર

પુરુષોત્તમ રૂપાલાના નિવેદન પર વધુ ટિપ્પણી કરતાં, તેમણે જણાવ્યું, “હું, ડૉ. રાજ શેખાવત, બિલોંગ, ગુજરાતનો છું. ભાજપના એક કેન્દ્રીય મંત્રી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મેં આપણા ક્ષત્રિય સમાજ, આપણી માતૃશક્તિ અને આપણા ક્ષત્રિયો વિશે નીચલા સ્તરે ટીપ્પણીઓ કરી હતી. આ વ્યક્તિ રાજકોટ લોકસભા બેઠક માટે સંભવિત ઉમેદવાર પણ છે. ગુજરાતનો સમગ્ર ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો અને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ હાઈકમાન્ડે પરિસ્થિતિને ઉકેલવા કોઈ પગલાં લીધા નથી.

તેથી હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું. આ પછી હું ભારતીય જનતા પાર્ટીમાં કોઈપણ પદ પર રહીશ નહીં. મારા માટે સમાજ સર્વોપરી છે અને આજે હું જે પણ છું, સમાજ સાથે છું. સમાજનું કલ્યાણ એ જ મારું કલ્યાણ છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલાને જડબાતોડ જવાબ આપવામાં આવશે, અને ભવિષ્યમાં આવી ઘટના ફરી નહીં બને. તેથી, ભવિષ્યમાં ક્ષત્રિય સમાજ વિશે કોઈપણ ટિપ્પણી કરતા પહેલા, કોઈપણ વ્યક્તિ એક લાખ વખત પુનર્વિચાર કરશે.


રૂપાલાએ શું કરી ટિપ્પણી?

રૂપાલાએ શું કરી ટિપ્પણી?

ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ વાલ્મિકી સમાજની જાહેર સભામાં ક્ષત્રિય સમાજ વિશે ટીકા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજે અંગ્રેજો સાથે સહયોગ કર્યો હતો, જેનાથી ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફેલાયો હતો. આનાથી ક્ષત્રિય સમુદાયમાં માફી અને સ્પષ્ટતાની માંગણીઓ થઈ હતી. જ્યારે રૂપાલાએ માફી માંગી લીધી છે, હવે જોવાનું એ રહે છે કે આ ગુસ્સો આગળ કેવી રીતે નિવારવામાં આવશે.


કોણ છે રાજ શેખાવત ? ક્યારે ભાજપમાં જોડાયા?

કોણ છે રાજ શેખાવત ? ક્યારે ભાજપમાં જોડાયા?

તા. 24 નવેમ્બર 2022 નાં રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક નેતાઓ-આગેવાનો અલગ-અલગ રાજકીય પક્ષોમાં જોડાઇ રહ્યા હતા. ત્યારે કરણી સેનાના પ્રદેશ પ્રમુખ પણ તેઓનાં સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. રાજ શેખાવત હમેંશા રાજપૂત સમાજના મુદ્દા ઉઠાવતા રહ્યા છે. તેમજ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ખુદ ફેસબુક ઉપર પોસ્ટ કરી ભાજપમાં જોડાવાની પુષ્ટિ કરી હતી.

કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત એક સમયે BSFમાં સેવા આપતા હતા. હવે તેઓ અમદાવાદમાં એક ખાનગી સુરક્ષા એજન્સી પણ ચલાવે છે. હાલમાં રાજ શેખાવત કરણી સેનાના ગુજરાત પ્રમુખ તરીકે સમગ્ર રાજ્યમાં જાણીતા છે.અગાઉ તેમની આગેવાની હેઠળની કરણી સેનાએ ગુજરાતમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'નો વિરોધ કર્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top