દિલ્હીથી પાછા ફરેલા રૂપાલાનું નિવેદન, કહ્યુ- ક્ષત્રિય સમાજ વિશે કઈ કહેવાનું નથી, દરેક સમાજ મારા

દિલ્હીથી પાછા ફરેલા રૂપાલાનું નિવેદન, કહ્યુ- ક્ષત્રિય સમાજ વિશે કઈ કહેવાનું નથી, દરેક સમાજ મારા સમર્થનમાં...., જાણો સમગ્ર વાત

04/04/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

દિલ્હીથી પાછા ફરેલા રૂપાલાનું નિવેદન, કહ્યુ- ક્ષત્રિય સમાજ વિશે કઈ કહેવાનું નથી, દરેક સમાજ મારા

છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં ચર્ચાય રહેલો ક્ષત્રિયો અને પુરુષોત્તમ રૂપાલાના  વિવાદ અંગે આજે દિલ્હીના ભાજપ હાઈકમાન્ડ ખાતે બેઠક મળી હતી. ત્યારે હવે દિલ્હીથી પરત ફરેલા પરષોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે. પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે, હું કેબિનેટની બેઠક માટે દિલ્લી ગયો હતો. આ તરફ પરષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિશે બોલવાનું ટાળ્યું હતું. આ અંગે વાત કરતાં માત્ર એટલું જ કહ્યું કે, ક્ષત્રિય સમાજની અમારા આગેવાનો સાથે ચર્ચા થઇ છે ક્ષત્રિય સમાજ વિશે હવે કઈ કહેવાનું નથી. વિવાદને ભડકાવવાનો મારો કોઈ આશય નથી. 

રૂપાલાએ મીડિયાને પણ સલાહ આપતા કહ્યું હતું કે, તેઓ આ મુદ્દાને વધારે હવા ન આપે. અમારા સમર્થનમાં તમામ સમાજ છે. ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન બતાવ્યું છે. મેં તેમના નામો પણ કહ્યા છે અને અત્યારે પણ તેમના નામ જાહેર કરી શકું છું. પરંતુ આ વિવાદને હું વધારે ચગાવવા માગતો નથી. 


પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં

પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે વડોદરામાં પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં આગળ આવ્યો હતો. ગઇકાલે ક્ષત્રિય સમાજ સાથેની બેઠક નિષ્ફળ રહ્યા બાદ સમાજે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની જ માંગ કરી છે. આ બધાની વચ્ચે એક ચર્ચા એવી પણ છે કે, પરષોત્તમ રૂપાલા રુપાલા વડોદરાથી ચૂંટણી લડશે. આ ચર્ચા શરૂ થવાની સાથે જ  વડોદરામાં પાટીદાર સમાજની એક બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં પાટીદાર સમાજના આગેવાનો ચૂંટણી સંબધિત ચર્ચા કરી શકે છે.

આ દરમિયાન હવે રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજની બેઠક મળશે તેવા સમાચાર પણ સામે આવ્યા છે. વિગતો મુજબ આ બેઠકમાં સૌરાષ્ટ્રની પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજકોટમાં આજે મોડી સાંજે કડવા અને લેઉવા પાટીદારની સંયુક્ત બેઠક યોજાનાર છે. સ્થાનિક ચર્ચા મુજબ લોકસભા ચૂંટણીની રણનીતિ નક્કી કરવા પાટીદારો બેઠક કરશે.


ક્ષત્રિય સમાજની કોર કમિટીનિ બેઠક મળી હતી

પરષોત્તમ રૂપાલા વિવાદને કઈ ગઇકાલે ભાજપનાં ક્ષત્રિય નેતાઓ તેમજ ક્ષત્રિય સમાજની કોર કમિટીનિ બેઠક મળી હતી. આ બેઠકમાં બાદ ભૂપેન્દ્ર ચુડાસમાનાં અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ પણ યોજાઈ હતી. જેમાં ભૂપેન્દ્ર ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે તરત જ અમે બેઠક બોલાવી હતી. તેમજ આ બેઠકમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીનાં સભ્યો હાજર હતા. તેમજ પરષોત્તમ રૂપાલાએ અનેક વખત માફી માંગી છે. પણ હજુ નિરાકરણ આવ્યું નથી. અમે પાર્ટીને અમારી વાત કરીશું. ત્યારે બાદ પાર્ટી નિર્ણય કરશે. તેમજ બીજી બેઠક નહી થાય.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top