આ વખતે આ કારણથી ખાસ છે મહાશિવરાત્રી..'જાણો મહાદેવની પૂજા કરવા માટેની વિધિ અને શુભ મુહૂર્ત..!

આ વખતે આ કારણથી ખાસ છે મહાશિવરાત્રી..'જાણો મહાદેવની પૂજા કરવા માટેની વિધિ અને શુભ મુહૂર્ત..!

03/07/2024 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

આ વખતે આ કારણથી ખાસ છે મહાશિવરાત્રી..'જાણો મહાદેવની પૂજા કરવા માટેની વિધિ અને શુભ મુહૂર્ત..!

Mahashivratri 2024 : ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ દર વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર આવે છે. શિવરાત્રી દિવ્ય અને ચમત્કારી શિવ કૃપાનો મહાપર્વ છે. કહેવાય છે કે શિવરાત્રીના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવું ખૂબ જ સરળ હોય છે. આ દિવસે મહાદેવની કૃપા જેના પર રહે છે તેનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર શુક્રવાર, 8 માર્ચે છે.


શિવરાત્રીનો મહિમા

શિવરાત્રીનો મહિમા

હિંદૂ પરંપરા અનુસાર આ દિવસે શિવજીનું પ્રાગટ્ય થયું હતું. શિવજીના વિવાહ પણ આ દિવસે જ થયા હતા. આ દિવસે વ્રત, ઉપવાસ, મંત્રજાપ અને રાત્રી જાગરણનું ખાસ મહત્વ માનવામાં આવે છે. શિવરાત્રી ખૂબ જ શુભ માનવામાં આવે છે. મહાશિવરાત્રી પર મહાદેવ અને માતા પાર્વતીની વિધિ વિધાનથી પૂજા-અર્ચના કરવાથી ભક્તોને ઈચ્છા અનુસાર વરદાન મળે છે. આ પૂજા ચાર પ્રહરમાં કરવામાં આવે છે.

  • પ્રથમ પ્રહરની પૂજાનો સમય- 8 માર્ચ સાંજે 25 વાગ્યાથી રાત્રે 9.28 વાગ્યા સુધી
  • બીજા પ્રહરની પૂજાનો સમય- રાત્રે 28થી 9 માર્ચ મધ્ય રાત્રી 12.31 વાગ્યા સુધી
  • ત્રીજા પ્રહરની પૂજાનો સમય- 9 માર્ચ મધ્ય રાત્રી 31 વાગ્યાથી સવારે 3.34 વાગ્યા સુધી
  • ચોથા પ્રહરની પૂજાનો સમય- 9 માર્ચે સવારે 34 વાગ્યાથી સવારે 6.37 વાગ્યા સુધી

આ વખતે કેમ ખાસ છે શિવરાત્રી?

આ વખતે કેમ ખાસ છે શિવરાત્રી?

આ વખતની મહાશિવરાત્રી પર ગ્રહ પાંચ રાશિઓમાં હશે. ચંદ્ર અને મંગળ એક સાથે મકર રાશિમાં હશે. આ સંયોગ લક્ષ્મી નારાયણ યોગ બનાવી રહ્યો છે. માટે આ વખતે શિવરાત્રી પર ધન સંબંધિ મુશ્કેલીઓ દૂર કરવામાં આવી શકે છે. ચંદ્ર અને ગુરૂનું પ્રબળ થવું પણ શુભ સ્થિતિ બનાવી રહ્યું છે. આ વખતે શિવરાત્રી પર રોજગારની મુશ્કેલીઓ પણ દૂર કરવામાં આવી શકે છે.


મહાશિવરાત્રી વ્રત પૂજા

મહાશિવરાત્રી વ્રત પૂજા

મહાશિવરાત્રીના દિવસે નિર્જલા વ્રત રાખવુ કે ફક્ત ફળાહાર કરવું સારૂ માનવામાં આવે છે. સવારે જલ્દી ઉઠો, સ્નાન કરી સાફ કપડા પહેરીને વ્રતનો સંકલ્પ લો. તેના બાદ ઘરની નજીક ભોલે શંકરના કોઈ મંદિરમાં જાઓ. ભગવાન શિવના પંચામૃત અને ગંગાજળથી અભિષેક કરો.

પછી ભોલેનાથ કે શિવલિંગ પર બિલિપત્ર, ધતૂરા, સફેદ ચંદન, ઈત્ર, જનેઉ, ફળ અને મિઠાઈઓ ચડાવો. ભગવાન શિવને કેસર યુક્ત ખીરનો ભોગ લગાવીને પ્રસાદ આપો. આ પૂજાની એ વિધિ છે જેનાથી ભક્તોને ભગવાનનું વરદાન મળવાની સાથે તેમના દુખ દૂર થશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top