સુરતની 10 વર્ષની બાળકીના આ કામથી સૌ કોઈને પ્રેરણા મળશે

સુરતની 10 વર્ષની બાળકીના આ કામથી સૌ કોઈને પ્રેરણા મળશે

09/22/2020 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

સુરતની 10 વર્ષની બાળકીના આ કામથી સૌ કોઈને પ્રેરણા મળશે

સુરત: સુરતની એક 10 વર્ષની છોકરી તેના માતાપિતા સાથે એક સલૂનમાં પોતાના વાળનું દાન કરવા માટે પહોંચી હતી. માત્ર 10 વર્ષની ઉંમરની આ બાળકીને જ્યારે ખબર પડી કે કેન્સરના રોગમાં કોઈ વ્યક્તિના વાળ ખરી પડે છે. તો તેણે પોતાના વાળ તેવા લોકોની મદદ માટે લાંબા કરવાનું વિચાર્યું. આ બાળકીએ તેના 30 ઈંચ જેટલા લાંબા વાળનું દાન કર્યું છે.

દેવના જનાર્દન નામની આ બાળકીનું આટલી નાની ઉમરે આટલું મોટું કામ સૌ કોઈને પ્રેરણા પૂરી પાડનારું છે. દેવના ઘણી વેબસિરીઝ અને ફેશન શોમાં પણ ભાગ લઈ ચૂકી છે. તેણે પોતાના વાળ પ્રત્યે ઘણો પ્રેમ હતો પરંતુ બીજાને મદદરૂપ થવા માટે તેણે પોતાના વાળ કપાવીને મુંડન કરાવી દીધું હતું. પોતાની છોકરીના આ નેક કામથી માતાપિતાને તેની પર ઘણો ગર્વ છે.

દેવના પહેલા કેન્સર પીડિત મહિલાઓ અને બાળકીઓ માટે ઘણા લોકો પોતાના વાળનું દાન કરી ચૂક્યા છે. અત્યાર સુધીમાં આશરે ગુજરાતમાંથી 1000 જેટલા લોકો અને સુરતમાંથી 100 જેટલી મહિલા અને છોકરીઓ મુંડન કરવી પોતાના વાળ દાનમાં આપી ચૂકી છે.

સુરતના જે હેર સલૂનમાં દેવના જનાર્દને પોતાના વાળ દાનમાં આપ્યા છે. તે sસલૂનમાં પહેલા પણ ઘણા લોકો પોતાના વાળનું દાન કરી ચૂક્યા છે. સલોનનો માલિક પણ ફ્રીમાં આ કામ કરે છે. તેમની પાસે આવનારા આ વાળને તે મુંબઈની કેન્સર હોસ્પિટલમાં મોકલી આપે છે. કેન્સર પીડિત લોકોને મદદ કરવા માટે તમે પણ તમારા વાળનુનં દાન કરી શકો છો.

આ વાળમાંથી કેન્સર પીડિત લોકો માટે અલગ અલગ વીગ બનાવવામાં આવે છે, જે કેન્સર પિડીતોને આપવામાં આવે છે. સુરતમાં એવા ઘણા સલૂન છે જેઓ આ પ્રકારની સેવા ફ્રીમાં કરી આપે છે. જો તમારી ઈચ્છા હોય તો તમે પણ તમારા વાળને દાનમાં આપી કોઈ કેન્સર પીડિતની મદદ કરી શકો છો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top