ભારત સિવાય આ દેશની સ્ત્રીઓ પણ પહેરે છે મંગલસુત્ર..!? જાણો શું છે ભારતીય ઇતિહાસમાં તેનું મહત્વ?

ભારત સિવાય આ દેશની સ્ત્રીઓ પણ પહેરે છે મંગલસુત્ર..!? જાણો શું છે ભારતીય ઇતિહાસમાં તેનું મહત્વ?

04/25/2024 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

ભારત સિવાય આ દેશની સ્ત્રીઓ પણ પહેરે છે મંગલસુત્ર..!? જાણો શું છે ભારતીય ઇતિહાસમાં તેનું મહત્વ?

આપણે ત્યાં ભારતમાં પરણેલી સ્ત્રીઓ માટે ગળામાં મંગળસૂત્ર અને માથામા સિંદુર ખૂબ મહત્વનુ હોય છે. મંગળસૂત્રને પતિ-પત્નીનું રક્ષણાત્મક કવચ માનવામાં આવે છે. મહિલાઓ લગ્ન પછી મંગળસૂત્ર કેમ પહેરે છે તેનો પણ એક અલગ ઇતિહાસ છે. અને ભારત સિવાય બીજા ઘણા દેશોની મહિલાઓ પણ આ મંગળસૂત્ર પહેરે છે. મંગલસૂત્રનો ઈતિહાસ આદિ ગુરુ શંકરાચાર્યના પુસ્તક 'સૌંદર્ય લહરી'માં પણ જોવા મળે છે.


મંગલસૂત્રને લઈને વિવિધ પ્રદેશોની પોતપોતાની માન્યતાઓ

મંગલસૂત્રને લઈને વિવિધ પ્રદેશોની પોતપોતાની માન્યતાઓ

ઈતિહાસકારોના મતે મંગળસૂત્ર પહેરવાની પરંપરા છઠ્ઠી સદીમાં શરૂ થઈ હતી. ઐતિહાસિક નગર મોહેંજોદડોના ખોદકામમાં મંગળસૂત્રના પુરાવા મળ્યા છે. સૌપ્રથમ મંગલસૂત્ર પહેરવાની શરૂઆત દક્ષિણ ભારતમાં થઇ હતી. માહિતી અનુસાર, મંગળસૂત્રને તમિલનાડુમાં થાલી અથવા થિરુ મંગલ્યમ કહેવામાં આવે છે. જ્યારે ઉત્તર ભારતમાં તે મંગલસૂત્રના નામથી ઓળખાય છે.

મંગલસૂત્રને લઈને વિવિધ પ્રદેશોની પોતપોતાની માન્યતાઓ છે. એવું માનવામાં આવે છે કે, તેમાં રહેલા કાળા મોતી ભગવાન શિવનું સ્વરૂપ મનાય છે, અને સોનાનો સંબંધ માતા પાર્વતી સાથે છે. મંગલસૂત્રમાં 9 માળા હોવાનું પણ માનવામાં આવે છે. આ માળા મા દુર્ગાના નવ સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરે છે. આ 9 માળા પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિનું પ્રતીક પણ માનવામાં આવે છે. મંગલસૂત્ર એ સ્ત્રીઓના 16 શણગારોમાંનું એક મનાય છે.


વૈવાહિક જીવનનું સૌથી મોટું પ્રતીક

વૈવાહિક જીવનનું સૌથી મોટું પ્રતીક

મંગલસૂત્ર એ બે શબ્દો મંગલ અને સૂત્રથી બનેલું છે. ‘મંગલ’ એટલે પવિત્ર અને ‘સૂત્ર’ એટલે પવિત્ર હાર. હિંદુ ધર્મમાં મંગલસૂત્રને વૈવાહિક જીવનનું સૌથી મોટું પ્રતીક માનવામાં આવે છે. જો કે, તેનું સ્વરૂપ પણ વિવિધ ક્ષેત્રોમાં બદલાય છે. કેટલીક જગ્યાએ મંગળસૂત્રમાં સોના, સફેદ કે લાલ માળા પણ ઉમેરવામાં આવે છે. ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિંદુઓ ઉપરાંત સીરિયન ખ્રિસ્તીઓ જેવા બિન-હિંદુ લોકો પણ મંગળસૂત્ર પહેરે છે.

જો કે, ભારતમાં એવા ઘણા સમુદાયો છે જેમાં મંગળસૂત્ર પહેરવામાં આવતું નથી. તેના બદલે અન્ય વૈવાહિક પ્રતીકો પહેરવામાં આવે છે. ઉત્તર ભારતના મોટા ભાગોમાં, પરિણીત સ્ત્રીઓ તેમના ગળામાં ખીજડા, કાચની બંગડીઓ અને ગળાનો હાર પહેરે છે. હિન્દુ પરંપરા અનુસાર પતિના લાંબા આયુષ્ય માટે મંગળસૂત્ર પહેરવામાં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top