સંકટ મોચન હનુમાનજીના પ્રગટ્ય દિને તેમની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે કરો આ ઉપાય, જાણો વિગતે

સંકટ મોચન હનુમાનજીના પ્રગટ્ય દિને તેમની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે કરો આ ઉપાય, જાણો વિગતે

04/23/2024 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

સંકટ મોચન હનુમાનજીના પ્રગટ્ય દિને તેમની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે કરો આ ઉપાય, જાણો વિગતે

પ્રભુ શ્રી રામના પરમ ભક્ત ચિરંજીવી શ્રી પવનપુત્ર હનુમાનજીનો આજે પ્રગટ્ય દિવસ છે. સંકટ મોચન હનુમાનજીનો જન્મ આજે એટલે કે ચૈત્ર મહિનાની પૂનમે વાનરરાજ કેસરી અને અંજની માતાને ત્યાં થયો હતો. કષ્ટભંજન દેવ, સંકટ મોચન, અંજનીપુત્ર, પવનપુત્ર, રામભક્ત હનુમાનને આવા ઘણા નામોથી ઓળખવામાં આવે છે. દરે વર્ષે ચૈત્ર મહિનાની પૂનમે હનુમાન જયંતી ઉજવવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની કૃપા મેળવવા માટે ખાસ પૂજા પાઠ કરવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે હનુમાનજીની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવાથી ભક્તોની દરેક પ્રકારની મનોકામનાઓ પુરી થાય છે.


સિંદૂરના ઉપાયથી દૂર થશે શનિની સાડેસાતી

સિંદૂરના ઉપાયથી દૂર થશે શનિની સાડેસાતી

હિંદૂ ધાર્મિક માન્યતા અનુસાર સિંદૂર હનુમાનજીને અતિ પ્રિય છે. હિંદૂ ધાર્મિક કાર્યોમાં પણ સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે. હનુમાન જયંતીના દિવસે કે મંગળવારે સિંદૂર સાથે જોડાયેલા અમુક ઉપાય કરવામાં આવે છે. હનુમાન જયંતી પર સિંદૂર અને ચમેલીના તેલનું સંકટ મોચન હનુમાનના પગમાં લીપણ કરો. તેનાથી શનિની સાડેસાતી અને ઢૈય્યાની પીડાથી છુટકારો મળવાનો શરૂ થઈ જાય છે.


દૂર્ઘટનાનો ભય થશે સમાપ્ત

દૂર્ઘટનાનો ભય થશે સમાપ્ત

જો હનુમાનજીને અર્પિત કરેલા સિંદૂરનો વ્યક્તિ માથા પર તિલક લગાવે છે તો તેને દુર્ઘટનાનો ભય નથી રહેતો અને દરેક પ્રકારના સંકટથી પણ દૂર થઈ જાય છે.


વિદ્યા અને જ્ઞાનની થશે પ્રાપ્તિ

વિદ્યા અને જ્ઞાનની થશે પ્રાપ્તિ

જો વિદ્યાર્થી હનુમાનજીને ચડાવવામાં આવેલા સિંદૂરથી પોતાના પુસ્તક તિલક કરે છે અથવા તો સ્વસ્તિક બનાવે છે તો તેને બુદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.


મળે છે બળ, રોગ થાય છે દૂર

મળે છે બળ, રોગ થાય છે દૂર

આ બધા ઉપરાંત જે વ્યક્તિ હનુમાનજીને ચડાવવામાં આવેલા સિંદૂરને પોતાના માથા અને ગળા પર લગાવે છે તો તેને બળની પ્રાપ્તિ થાય છે અને આવા મનુષ્ય સામાન્ય રીતે રોગોથી દૂર રહે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top