Video: શું ચાલી રહ્યું છે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં? રોહિતને કારમાં લઈને સ્ટેડિયમ પહોંચ્યા આકાશ

Video: શું ચાલી રહ્યું છે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં? રોહિતને કારમાં લઈને સ્ટેડિયમ પહોંચ્યા આકાશ અંબાણી?

04/11/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

Video: શું ચાલી રહ્યું છે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં? રોહિતને કારમાં લઈને સ્ટેડિયમ પહોંચ્યા આકાશ

IPLની 17મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે જ્યારથી રોહિત શર્માને કેપ્ટન્સીમાંથી હટાવીને હાર્દિકને કેપ્ટન્સી સોંપી હતી, ત્યારથી ફેન્સના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. તો ટીમ માટે સીઝનની શરૂઆત પણ સારી રહી નથી, જેમાં પહેલી 3 મેચોમાં સતત હારનો સામનો કરવો પડ્યો, ત્યારબાદ રોહિતને ફરીથી કેપ્ટન બનાવવાની ચર્ચા તેજ થવા લાગી. જો કે, મુંબઈની ટીમે પોતાની ચોથી મેચમાં જીત હાંસલ કરતા જરૂર 2 પોઇન્ટ્સ હાંસલ કર્યા. તો હવે બેંગ્લોર વિરુદ્ધ મેચ અગાઉ રોહિતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ફ્રેન્ચાઇઝી માલિક આકાશ અંબાણી સાથે નજરે પડ્યો.


ટીમની બસ નહીં, આકાશ અંબાણી સાથે સ્ટેડિયમ પહોંચ્યો રોહિત

ટીમની બસ નહીં, આકાશ અંબાણી સાથે સ્ટેડિયમ પહોંચ્યો રોહિત

દિલ્હી સામેની મેચમાં રોહિતની બેટ સારી રીતે ચાલી, જેમાં તેણે 49 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તો ટીમે આજે મુંબઈમાં બેંગ્લોર વિરુદ્ધ મેચ રમવાની છે. જેને લઈને ટીમે સારી એવી પ્રેક્ટિસ પણ કરી છે. 10 એપ્રિલે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના બધા ખેલાડી ટીમની બસથી પ્રેક્ટિસ કરવા સ્ટેડિયમ પહોંચ્યા, તો એ સમયે રોહિત શર્મા ટીમના મલિક આકાશ અંબાણી સાથે તેમની કારમાં બેસીને પ્રેક્ટિસ માટે પહોંચ્યો હતો, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો આ વીડિયો સામે આવ્યા બાદ એ ચર્ચા ફરીથી શરૂ થઈ ગઈ છે કે રોહિતને કેપ્ટન્સીની જવાબદારી પાછી આપી શકાય છે.


અત્યાર સુધી હાર્દિકના બેટ અને બૉલથી નથી દેખાડી શક્યો કોઈ કમાલ

અત્યાર સુધી હાર્દિકના બેટ અને બૉલથી નથી દેખાડી શક્યો કોઈ કમાલ

IPLની ચેહલ્લી 2 સીઝનમાં ગુજરાત ટાઈટન્સ ટીમની કેપ્ટન્સી કરનાર હાર્દિક પંડ્યાએ જ્યારે આ સીઝન માટે પોતાની જૂની ફ્રેન્ચાઇઝીમાં કેપ્ટન તરીકે વાપસી કરી તો તેના પર બધાને ખૂબ હેરાની પણ થઈ. તો પહેલી 4 મેચમાં જો હાર્દિકનું પ્રદર્શન જોવા જઈએ તો તે કોઈ ખાસ કમાલ દેખાડી શક્યો નથી. હાર્દિક 4 ઇનિંગમાં 27ની એવરેજથી માત્ર 108 રન જ બનાવી શક્યો છે તો તેના નામે 4 મેચમાં માત્ર 1 વિકેટ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top