Video: સુરતના હીરાના વેપારીએ રામ મંદિરની થીમ પર તૈયાર કર્યો અનોખો હાર, જાણો શું છે વિશેષતા

Video: સુરતના હીરાના વેપારીએ રામ મંદિરની થીમ પર તૈયાર કર્યો અનોખો હાર, જાણો શું છે વિશેષતા

12/19/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Video: સુરતના હીરાના વેપારીએ રામ મંદિરની થીમ પર તૈયાર કર્યો અનોખો હાર, જાણો શું છે વિશેષતા

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં થનાર રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારી તેજ થઈ ગઈ છે. ચોતરફ કાર્યક્રમને લઈને ચર્ચાઓ થઇ રહી છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના હાથે થશે. આ કાર્યક્રમમાં હિસ્સો લેવા માટે હજારો લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન સુરતના એક હીરાના વેપારી (Diamond Merchant)એ રામ મંદિર (Ram Temple)ની થીમ પર સુંદર હાર તૈયાર કર્યો છે. આ હારની વિશેષતા એ છે કે 5,000 અમેરિકન હીરા અને 2 કિલો ચાંદીનો ઉપયોગ કર્યો છે. આ હારને બનાવવામાં 35 દિવસનો સમય લાગ્યો છે, જેને 40 કારીગરોએ તૈયાર કર્યો છે.


5000 કરતા વધુ અમેરિકન હીરા અને 2 કિલો ચાંદીનો ઉપયોગ

5000 કરતા વધુ અમેરિકન હીરા અને 2 કિલો ચાંદીનો ઉપયોગ

રસેશ જ્વેલ્સના ડિરેક્ટર (Rasesh Jewels), કૌશિક કાકડિયા (Kaushik Kakadiya)એ જણાવ્યું કે તેમાં 5000 કરતા વધુ અમેરિકન હીરા (American Diamonds)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે 2 કિલો ચાંદી (Silver)થી બન્યો છે. અમે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર (Ram Temple in Ayodhya)થી પ્રેરિત હતા. તેનો કોઈ વ્યાવસાયિક ઉદ્દેશ્ય માટે નથી. અમે તેને રામ મંદિરને ઉપહાર આપવા માગીએ છીએ, અમે તેને એ ઇરાદે બનાવ્યો છે કે અમે રામ મંદિરને પણ કંઈક ઉપહાર આપીએ. હારની ડોરીમાં રામાયણના મુખ્ય પાત્રોને કંડારવામાં આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top