મુકેશ અંબાણીની મોટી જાહેરાત..! આવતા સપ્તાહે વધુ એક સેક્ટરમાં એન્ટ્રી કરશે રિલાયન્સ; ખુલશે હાઈટે

મુકેશ અંબાણીની મોટી જાહેરાત..! આવતા સપ્તાહે વધુ એક સેક્ટરમાં એન્ટ્રી કરશે રિલાયન્સ; ખુલશે હાઈટેક ડેટા સેન્ટર,જુઓ વિડીયો

01/08/2024 Business

SidhiKhabar

SidhiKhabar

મુકેશ અંબાણીની મોટી જાહેરાત..! આવતા સપ્તાહે વધુ એક સેક્ટરમાં એન્ટ્રી કરશે રિલાયન્સ; ખુલશે હાઈટે

Reliance Industries : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ()ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી એ આજે ‘તમિલનાડુ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ’માં તમિલનાડુ માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, રિલાયન્સ આગામી સપ્તાહે રાજ્યમાં હાઈટેક ડેટા સેન્ટરની ઓપનિંગ કરશે


આ કંપની સાથે રિલાયન્સની ડીલ

આ કંપની સાથે રિલાયન્સની ડીલ

મુકેશ અંબાણી સમિટમાં સામેલ થઈ શક્યા ન હતા, પરંતુ તેમણે એક વીડિયો મેસેજ દ્વારા સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કેનેડાની બ્રુકફીલ્ડ સાથેની ડીલ હેઠળ આગામી સપ્તાહે ચેન્નાઈમાં એક સ્ટેટ ઑફ આર્ટ ડેટા સેન્ટર શરૂ કરશે. રિલાયન્સે 7 જુલાઈ-2023માં આ સેક્ટરમાં એન્ટ્રી કરવા લગભગ 378 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ઉપરાંત તેમાં બ્રુકફીલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અમેરિકાની રિયલ એસ્ટેટ રોકાણ ટ્રસ્ટ ડિજિટલ રિયલ્ટી પહેલા જ ભાગીદાર હતા. ત્રણેય કંપનીઓની સેન્ટરમાં 33-33 ટકા ભાગીદારી છે.



ગ્રીન હાઇડ્રોજનમાં મોટું રોકાણ

ગ્રીન હાઇડ્રોજનમાં મોટું રોકાણ

અંબાણીએ કહ્યું કે, ‘રિલાયન્સ ગ્રૂપ રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજનની સાથે તે રાજ્યમાં ડેટા સેન્ટર સ્થાપવામાં પણ મોટું રોકાણ કરી રહી છે.’ ઉલ્લેખનિય છે કે, આ સેક્ટરમાં અદાણી ગ્રૂપ અને ભારતીય એરટેલ બાદ રિલાયન્સ પોતાનો દબદબો વધારવા આગળ આવી છે.


રિલાયન્સ અન્ય શહેરોમાં પણ રોકાણ કરશે

રિલાયન્સ અને કેનેડીયન કંપની બ્રુકફીલ્ડની જોઈન્ટ વેન્ચરના શરૂ થનારા ડેટા સેન્ટરની ક્ષમતા 20 મેગાવોટ છે. આ સેક્ટરમાં દબદબો બનાવવા રિલાયન્સ અન્ય શહેરોમાં પણ રોકાણ કરી રહી છે. અહેવાલો મુજબ કંપનીએ એક 40 મેગાવોટ ડેટા સેન્ટર બનાવવા માટે મુંબઈમાં 2.15 એકર જમીન પણ હાસલ કરી લીધી છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top