દેશની લોકોમાં સૌથી વધારે ભરોશાપાત્ર વીમા કંપની LIC લોકોની વીમા પોલીશીના પૈસાનું શું કરે છે? જાણ

દેશની લોકોમાં સૌથી વધારે ભરોશાપાત્ર વીમા કંપની LIC લોકોની વીમા પોલીશીના પૈસાનું શું કરે છે? જાણો વિગતવાર

04/18/2024 Business

SidhiKhabar

SidhiKhabar

દેશની લોકોમાં સૌથી વધારે ભરોશાપાત્ર વીમા કંપની LIC લોકોની વીમા પોલીશીના પૈસાનું શું કરે છે? જાણ

ભારતમાં LIC એક એવું નામ છે જેને શહેરોથી લઈને ગામડાઓ સુધીના લોકો જાણે છે. તેમાંથી મોટાભાગના  લોકો આ કંપનીની વીમા યોજનાઓ ધરાવે છે. જ્યારે ઘણા લોકો કંપનીના શેરમાં નાણાંનું રોકાણ કરીને સારું વળતર પણ મેળવે છે. વિચારવા જેવી વાત એ છે કે, જ્યારે ગ્રાહકો આ કંપની પાસેથી વીમો ખરીદે છે તો કંપની પૈસાનું શું કરે છે? કારણ કે પાકતી મુદત પછી LIC તેના રોકાણકારોને મોટી રકમ પણ આપે છે. જો કે મેચ્યોરિટી પર કેટલા પૈસા મળશે તે સ્કીમ પર નિર્ભર કરે છે.


LIC દ્વારા અલગ-અલગ ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીમાં રોકાણ

LIC દ્વારા અલગ-અલગ ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીમાં રોકાણ

માહિતી અનુસાર, LIC કંપનીએ રોકાણ કરેલી કુલ રકમના 67 ટકા રોકાણ બોન્ડ્સમાં કર્યું છે. જ્યારે કંપની દ્વારા ઇક્વિટી શેર્સમાં આશરે 4.7 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ સાથે LIC દ્વારા અલગ-અલગ ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીમાં પણ લગભગ 1 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. બાકીની રકમ મ્યુચ્યુઅલ ફંડ, પેટાકંપનીઓ અને અન્ય ડેટ સિક્યોરિટીઝમાં રોકાણ કરવામાં આવે છે. તો ક્યારેક કંપની આ પૈસાનો ઉપયોગ કંપનીમાં હિસ્સો ખરીદવા માટે પણ કરે છે.


એક લાખથી વધુ કર્મચારીઓ

એક લાખથી વધુ કર્મચારીઓ

કંપનીનું નેટવર્ક એટલું મોટું છે કે તેની વાત કરવામાં આવે તો, જીવન વીમા નિગમમાં એક લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે. અને જો આપણે તેમના એજન્ટો વિશે વાત કરીએ, તો આ સંખ્યા 13 લાખથી વધુ છે. જે ભારતના તમામ વીમા એજન્ટોના 55% છે. જો આપણે એકલા પોલિસીની વાત કરીએ તો LIC એન્ડોમેન્ટ, ટર્મ ઈન્સ્યોરન્સ, ચિલ્ડ્રન, પેન્શન, માઈક્રો ઈન્સ્યોરન્સ હેઠળ માર્કેટમાં લગભગ 28-29 કરોડ રૂપિયાની પોલિસી છે. 31 ડિસેમ્બર, 2023 સુધીમાં, ભારતીય જીવન વીમા નિગમનો બજાર હિસ્સો 58.9% છે, જે એક વર્ષ પહેલા 65.4% હતો.


માર્કેટમાં પણ પૈસા રોકે છે

માર્કેટમાં પણ પૈસા રોકે છે

LICનો ઇન્ડેક્સ પ્લસ યુનિટ લિંક્ડ પ્લાન એ નિયમિત પ્રીમિયમ પર આધારિત વ્યક્તિગત જીવન વીમા યોજના છે. જ્યાં સુધી આ યોજના કાર્યરત રહે છે ત્યાં સુધી રોકાણકારને બચતની તક પણ મળે છે. તેની સિંગલ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં બે વિકલ્પો ઉપલબ્ધ છે, જે છે ફ્લેક્સી ગ્રોથ ફંડ અને ફ્લેક્સી સ્માર્ટ ગ્રોથ ફંડ. આમાં રોકાણ કરેલા તમારા પૈસા આડકતરી રીતે માર્કેટમાં જાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top