કરદાતાઓ ઝડપથી પતાવે આ કામ પહેલા નહીં તો બે ગણો ભરવો પડશે ટીડીએસ..!? રીફંડ પણ નહી મળે...,જાણો વિ

કરદાતાઓ ઝડપથી પતાવે આ કામ પહેલા નહીં તો બે ગણો ભરવો પડશે ટીડીએસ..!? રીફંડ પણ નહી મળે...,જાણો વિગત

04/26/2024 Business

SidhiKhabar

SidhiKhabar

કરદાતાઓ ઝડપથી પતાવે આ કામ પહેલા નહીં તો બે ગણો ભરવો પડશે ટીડીએસ..!? રીફંડ પણ નહી મળે...,જાણો વિ

ભારતના આવક વેરા વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરતી નોટીસ બહાર પાડવામાં આવી છે કે, 31 મે પહેલાં જો પાન નંબરને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવો તો આવકના સ્રોત પર બમણો ટીડીએસ (TDS) ચૂકવવો પડશે. આવકવેરા વિભાગે તેના કરદાતાઓને રાહત આપતાં 31 મે સુધીનો સમય આપ્યો છે.  


પાન-આધાર લિંક કરાવવા અંગે જાણ જ ન હતી

પાન-આધાર લિંક કરાવવા અંગે જાણ જ ન હતી

પાન-આધાર લિંક ન કરાવનાર કરદાતાઓ બમણાથી વધુ ટીડીએસ ચૂકવી રહ્યા છે. પ્રોપર્ટી ખરીદનારા 19 ટકા ટીડીએસ ચૂકવી રહ્યા છે. અને લિંક કરાવનાર કરદાતાઓ વિરૂદ્ધ ઓછા ટીડીએસ કપાત મામલે કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવશે નહિં. જ્યારે ઘણા બિઝનેસમેનની આવકમાંથી ઉંચા દરે ટીડીએસ કપાઈ રહ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સને કરદાતાઓ પાસેથી અનેક ફરિયાદો મળી હતી કે, તેઓને પાન-આધાર લિંક કરાવવા અંગે જાણ જ ન હતી. જેથી આવકવેરા વિભાગે સમયમર્યાદા વધારી રાહત આપી છે.

ટેક્સ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, જે લોકો 30 જૂન, 2023 સુધી પોતાનો પાન નંબર આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યો ન હતો. તેઓના પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ચૂક્યા છે. તેમજ તેમના હાઉસ રેન્ટ પણ વધી ગયા છે. પરિણામે ટીડીએસ બમણો થઈ 19-20 ટકા થયો છે. વધુમાં આવકવેરા વિભાગે તેમને પેનલ્ટી પણ ફટકારી છે. જે લોકોનો પાન નંબર આધાર કાર્ડ સાથે લિંક નથી, તેઓને અનેક કારણોસર ટીડીએસ રિફંડ મળતું નથી. તેમજ ટેક્સ રિફંડ પર વ્યાજ પણ ઓછું મળે છે. જેથી આઈટીઆર રિટર્ન ફાઈલ કરવાની સાઈટ પર જઈ પાન-આધાર લિંક થયા છે કે નહિં, તેની ખાતરી કરવી જરૂરી છે.


મોટા-મોટા બિઝનેસમેનને આધાર-પાન લિંક કરવા સમય આપતાં મોટી રાહત

મોટા-મોટા બિઝનેસમેનને આધાર-પાન લિંક કરવા સમય આપતાં મોટી રાહત

ઈનકમ ટેક્સ એક્સપર્ટ રાજેશ વ્યાસે જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગે ટીડીએસ, ટીસીએસ કપાત અંગે કરદાતાઓની સાથે મોટા-મોટા બિઝનેસમેનને આધાર-પાન લિંક કરવા સમય આપતાં મોટી રાહત આપી છે. અગાઉની સમય મર્યાદામાં લિંક ન કરાવવા બદલ તેઓને વિવિધ નોટિસ તેમજ પેનલ્ટી ફટકારવામાં આવી હતી. જેથી કરદાતાઓની વધુ સમય આપવાની માંગ સાથે વિભાગે યુટિલિટી પ્રોવાઈડ કરવા નિર્ણય લીધો છે. આ સમય મર્યાદા હેઠળ લિંક કરાવનારને પાઠવવામાં આવેલી નોટિસ પર આવકવેરા વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાશે નહિં.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top