આ સપ્તાહે તમને માલામાલ કરવા આવી રહ્યા છે માર્કેટમાં આટલી કંપનીઓના IPO, જાણો વિગતો અને થઇ જાઓ તૈ

આ સપ્તાહે તમને માલામાલ કરવા આવી રહ્યા છે માર્કેટમાં આટલી કંપનીઓના IPO, જાણો વિગતો અને થઇ જાઓ તૈયાર..!?

04/22/2024 Business

SidhiKhabar

SidhiKhabar

આ સપ્તાહે તમને માલામાલ કરવા આવી રહ્યા છે માર્કેટમાં આટલી કંપનીઓના IPO, જાણો વિગતો અને થઇ જાઓ તૈ

IPO Ahead: 22મી એપ્રિલથી શરૂ થયેલ શેર માર્કેટના નવા સપ્તાહમાં પ્રાઇમરી માર્કેટમાં મેઈનબોર્ડ સેગમેન્ટમાં માત્ર એક જ નવો આઈપીઓ ખુલી રહ્યો છે. ઉપરાંત, SME સેગમેન્ટમાં નવા 3 આઇપીઓ ખુલી રહ્યા છે. અને પહેલાથી ખુલેલા આઇપીઓની વાત કરીએ તો Vodafone Idea Limited FPO અને SME સેગમેન્ટમાં Faalcon Concepts IPO છે, જેનું ક્લોઝિંગ આ નવા સપ્તાહમાં થશે. ત્યારે ચાલો જાણીએ આ સપ્તાહમાં ક્યા આઇપીઓ ખુલશે અને લીસ્ટ થશે.


આ સપ્તાહે ખુલી રહેલા IPO

આ સપ્તાહે ખુલી રહેલા IPO

JNK India IPO

આ કંપની દ્વારા મેઈન બોર્ડ સેગમેન્ટમાં IPOની પબ્લિક ઇશ્યૂ માટેની પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 395-415 રાખવામાં આવી છે. આ IPO 23 એપ્રિલે ખુલશે અને 25 એપ્રિલના રોજ બંધ થશે. JNK India કંપની આમાંથી 649.47 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. તે IPO દ્વારા 0.76 કરોડ શેર ઇશ્યૂ કરશે. કંપની દ્વારા બિડિંગ માટે લોટ સાઈઝ 36 શેર રાખવામાં આવી છે. IPOનો ઈશ્યુ બંધ થયા પછી, BSE અને NSE પર 30 એપ્રિલે શેરનું લિસ્ટિંગ થઈ શકે છે. આઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ જેનકે ઈન્ડિયા આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે. જ્યારે લિંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ આ આઈપીઓ માટે રજીસ્ટર છે. 

Varyaa Creations IPO

આ કંપની દ્વારા SME સેગમેન્ટમાં પબ્લિક ઈશ્યુ 22 એપ્રિલે ખુલશે અને 25 એપ્રિલે બંધ થશે. Varyaa Creations કંપની માર્કેટમાંથી રૂ.20.10 કરોડ એકત્ર કરવા માંગે છે. કંપનીની IPO માટેની પ્રાઇસ બેન્ડ 150 રૂપિયા પ્રતિ શેર છે. અને લોટ સાઈઝ 1000 શેર રાખવામાં આવી છે. IPO બંધ થયા પછી, BSE SME પર 30 એપ્રિલે શેરનું લિસ્ટિંગ થશે. ઈનવેન્ચર મર્ચન્ટ બેંકર સર્વિસ પ્રાલી વરયા ક્રિએશન આઈપઓના બુક રનિંગ લીડ મેનેજર છે. જ્યારે બિગશેર સર્વિસ પ્રા લિ આ નિર્ગમ માટે રજીસ્ટ્રર છે. વરયા ક્રિએશન્સ IPO માટે માર્કેટ મેકર એસવીસીએમ સ્કિયોરિટીઝ છે. 

Shivam Chemicals IPO

Shivam Chemicalsનો SME સેગમેન્ટનો રૂ. 20.18 કરોડનો આ પબ્લિક ઇશ્યૂ 23 એપ્રિલે ખુલશે અને 25 એપ્રિલના રોજ બંધ થશે. આ IPOની પ્રાઇસ બેન્ડ 44 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઈઝ 3000 શેર રાખવામાં આવી છે. IPO બંધ થયા પછી, BSE SME પર 30 એપ્રિલે આ શેરનું લિસ્ટિંગ થશે. આર્યમન ફાઈનાન્શિયલ સર્વિસ લિમિટેડ શિવમ કેમિકલ્સ IPOના બુક રનિંગ લીડ મેનેજર છે. જ્યારે કેમો કોર્પોરેટ સર્વિસ લિમિટેડ આ નિર્ગમ માટે રજીસ્ટ્રાર છે. શિવમ કેમિકલ્સ IPO માટે માર્કેટ મેકર શ્રેણી શેયર્સ છે. 

Emmforce Autotech IPO

Emmforce Autotechનો  રૂ. 53.90 કરોડનો આ IPO 23 એપ્રિલે ખુલશે અને 25 એપ્રિલ સુધી બિડિંગ કરી શકાશે. કંપનીએ પ્રાઈસ બેન્ડ રૂ. 93-98 પ્રતિ શેર છે અને લોટ સાઈઝ 1200 શેર નક્કી કરી છે. ઈશ્યુ બંધ થયા પછી, BSE SME પર 30 એપ્રિલે આ શેરનું લિસ્ટિંગ થઈ શકે છે. બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ પ્રા લિ એમફોક્સ ઓટોટેક IPOના બુક રનિંગ લીડ મેનેજર છે. જ્યારે લિંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ આ ઈશ્યૂ માટે રજીસ્ટર છે. 


પહેલેથી જ ખુલેલા IPO/FPO

પહેલેથી જ ખુલેલા IPO/FPO

 Vodafone Idea Limitedનો રૂ. 18000 કરોડનો VI FPO 18 એપ્રિલે ખુલ્યો હતો અને સોમવાર, 22 એપ્રિલે બંધ થયો હતો. આ કંપનીના IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 10- રૂ. 11 પ્રતિ શેર અને લોટ સાઈઝ 1298 શેર હતી. 25 એપ્રિલે BSE અને NSE પર આ IPO લિસ્ટિંગ થઈ શકે છે. અત્યાર સુધીમાં તે 0.54 વખત સબસ્ક્રાઈબ થઈ ચૂક્યું છે. Vodafone Idea Limited FPO 25 એપ્રિલે BSE અને NSE પર મેઈનબોર્ડ સેગમેન્ટમાં લિસ્ટ થશે.

Faalcon Conceptsનો IPO 19મી એપ્રિલે ખુલ્યો હતો અને 23મી એપ્રિલે બંધ થવા જઈ રહ્યો છે. કંપની IPO દ્વારા રૂ. 12.09 કરોડ એકત્ર કરવા માંગે છે. કંપનીએ પ્રાઇસ બેન્ડ રૂ. 62 પ્રતિ શેર નક્કી કરી છે અને લોટ સાઈઝ 2000 શેર છે. IPO બંધ થયા પછી BSE SME પર 26 એપ્રિલે આ શેરનું લિસ્ટિંગ થઈ શકે છે.

(ડિસ્‍ક્‍લેમર: અહીં રજૂ કરેલી માહિતી જુદા જુદા ફાયનાન્સિયલ એક્સપર્ટસના અંગત આકલનો મુજબ હોય છે. વેબસાઈટના આ અંગે કોઈ અંગત અભિપ્રાય નથી. માર્કેટમાં કરેલું દરેક પ્રકારનું રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા વિશ્વાસુ ફાયનાન્સિયલ એક્સપર્ટની સલાહ અચૂક લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top