શેર બજારમાં આ કંપનીઓમાં રોકાણ કરનાર રોકાણકારો થયા માલામાલ! જાણો કેમ?

શેર બજારમાં આ કંપનીઓમાં રોકાણ કરનાર રોકાણકારો થયા માલામાલ! જાણો કેમ?

03/28/2024 Business

SidhiKhabar

SidhiKhabar

શેર બજારમાં આ કંપનીઓમાં રોકાણ કરનાર રોકાણકારો થયા માલામાલ! જાણો કેમ?

શેર બજારમાં રોકાણ કરતાં રોકાણકારો માટે આવ્યા છે મોટા સમાચાર. કેટલીક કંપનીઓ દ્વારા રોકાણકારો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. આ કંપનીઓ દ્વારા રોકાણકારોને ડિવિડન્ટ પેઠે તગડી રકમ અને શેરની સામે બીજા બોનસ શેર પણ આપવામાં આવશે. ત્યારે તેમાં રોકાણ કરનારા તો માલામાલ થઇ જશે.


આ કંપનીઓ દ્વારા ડિવિડન્ડનું વિતરણ કરાયું

આ કંપનીઓ દ્વારા ડિવિડન્ડનું વિતરણ કરાયું

નવા નાણાકીય વર્ષની શરૂઆત પહેલા ઘણી કંપનીઓએ શેરબજારમાં ડિવિડન્ડ જાહેર કર્યું હતું. 28 માર્ચે 9 કંપનીઓ દ્વારા ડિવિડન્ડનું વિતરણ કરાયું હતું. આ સિવાય ઘણી કંપનીઓ બોનસ શેર પણ જારી કરશે. SBI કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસ લિમિટેડ, REC લિમિટેડ, CRISIL લિમિટેડ, R સિસ્ટમ્સ ઈન્ટરનેશનલ લિમિટેડ, સ્ટાન્ડર્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, થિંકિંક પિક્ચર્સ લિમિટેડ, આદિત્ય વિઝન લિમિટેડ, હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, પૃથ્વી એક્સચેન્જ લિમિટેડના શેરધારકોને 28 માર્ચે પોતાના રોકાણકારોને ડિવિડન્ડ આપી ખુશ કરી દીધા હતા. કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીના પાત્ર શેરધારકોને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરતાં વચગાળાના ડિવિડન્ડ, સ્પેશિયલ ડિવિડન્ડ, ફાઇનલ ડિવિડન્ડ, સ્ટોક સ્પ્લિટ અને બોનસ ઇશ્યૂ જાહેર કર્યા છે.


કઈ કંપનીનું કેટલું ડિવિડન્ડ

કઈ કંપનીનું કેટલું ડિવિડન્ડ
  • SBI કાર્ડ શેરધારકોને ઈક્વિટી શેર દીઠ રૂ. 2.50નું ડિવિડન્ડ મળશે.
  • REC શેરધારકોને ઈક્વિટી શેર દીઠ રૂ. 4.50નું વચગાળાનું ડિવિડન્ડ મળશે.
  • CRISIL શેરધારકોને શેર દીઠ રૂ. 28નું અંતિમ ડિવિડન્ડ મળશે.
  • આર સિસ્ટમ્સ ઈન્ટરનેશનલે ગ્રાહકોને ઈક્વિટી શેર દીઠ રૂ. 6ના ડિવિડન્ડની જાહેરાત કરી છે.
  • સ્ટાન્ડર્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે શેરધારકોને ઇક્વિટી શેર દીઠ 0.50 પૈસાનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
  • થિંકિંક પિક્ચર્સે શેરધારકોને ઈક્વિટી શેર દીઠ રૂ. 0.10નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
  • આદિત્ય વિઝન કંપનીએ ઈક્વિટી શેર દીઠ રૂ. 5.10નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
  • હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશને આ વખતે શેરધારકોને ઈક્વિટી શેર દીઠ રૂ. 1.50નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
  • પૃથ્વી એક્સચેન્જ દ્વારા શેરધારકોને ઈક્વિટી શેર દીઠ રૂ. 2નું ડિવિડન્ડ જાહેર કરાયું છે.
  • Lorenzini Apparels Limited એ રોકાણકારોને બોનસ શેરની ભેટ આપી છે. કંપનીએ 6:11ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે.

    (ડિસ્‍ક્‍લેમર: અહીં રજૂ કરેલી માહિતી જુદા જુદા ફાયનાન્સિયલ એક્સપર્ટસના અંગત આકલનો મુજબ હોય છે. વેબસાઈટના આ અંગે કોઈ અંગત અભિપ્રાય નથી. માર્કેટમાં કરેલું દરેક પ્રકારનું રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા વિશ્વાસુ ફાયનાન્સિયલ એક્સપર્ટની સલાહ અચૂક લો.)

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top