મોટી બેદરકારી! આ જગ્યાએ એક જ ટ્રેન પર આવી ગઇ 4 ટ્રેનો, જુઓ વીડિયો

મોટી બેદરકારી! આ જગ્યાએ એક જ ટ્રેન પર આવી ગઇ 4 ટ્રેનો, જુઓ વીડિયો

07/27/2024 National

SidhiKhabar

SidhiKhabar

મોટી બેદરકારી! આ જગ્યાએ એક જ ટ્રેન પર આવી ગઇ 4 ટ્રેનો, જુઓ વીડિયો

ઓરિસ્સાના ભુવનેશ્વરથી એક હેરાન કરી દેનારી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. અહી લિંગરાજ સ્ટેશન પર એક ટ્રેક પર 4 ટ્રેન આવી ગઇ. ત્યારબાદ હાહાકાર મચી ગયો. નસીબજોગ કોઇ મોટો અકસ્માત ન થયો. વીડિયોમાં જોઇ શકાય છે કે એક ટ્રેન ઊભી હતી તેની પાછળ ધીરે ધીરે ટ્રેન આવી જાય છે.


માલગાડીના 2 ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા:

માલગાડીના 2 ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા:

આ અગાઉ ભુવનેશ્વરમાં એક માલગાડીના 2 ડબ્બા ટ્રેક પરથી ઉતરવાની ઘટના સામે આવી હતી. ભુવનેશ્વરમાં માલગાડી ટ્રેક પરથી ઉતરવાની ઘટના સવારે 8:00 વાગ્યાની આસ્પાસ થઇ. તેમાં પણ કોઇ જાનહાનિ થવાની જાણકારી નથી. આજ વર્ષે 2 જૂને ઓરિસ્સાના બલેશ્વર (બાલાસોર)માં થયેલા રેલ અકસ્માતમાં 296 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જ્યારે 1200 લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. આ અકસ્માતની તપાસ CBIને સોંપવામાં આવી છે, ત્યારબાદ કેન્દ્રીય તપાસ એજન્સીએ 7 જુલાઇએ રેલવેના 3 અધિકારીઓની ધરપકડ કરી હતી. હવે તેમની વિરુદ્ધ CBI કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top