શું તમે સ્ટ્રેસ અને ડિપ્રેશનથી છૂટકારો મેળવા માંગો છો? તો ટેન્શન ફ્રી અને માઈન્ડ ફ્રેશ કરવા માટ

શું તમે સ્ટ્રેસ અને ડિપ્રેશનથી છૂટકારો મેળવા માંગો છો? તો ટેન્શન ફ્રી અને માઈન્ડ ફ્રેશ કરવા માટે અપનાવો આ ટીપ્સ!

04/11/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

શું તમે સ્ટ્રેસ અને ડિપ્રેશનથી છૂટકારો મેળવા માંગો છો? તો ટેન્શન ફ્રી અને માઈન્ડ ફ્રેશ કરવા માટ

Mental Health : આજકાલ લાઈફ એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે મોટાભાગના લોકો સ્ટ્રેસ-ડિપ્રેશન જેવા મેન્ટલ પ્રોબલેમ્સથી ઝઝુમી રહ્યા છે. લોકો આખો સમય ચિંતામાં ડૂબેલા રહે છે. જેની સીધી અસર મેન્ટલ હેલ્થ પર પડે છે જે આગળ ચાલીને ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. મગજના ચિંતાજનક વિચાર માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડે છે. જો તમે પણ આવા લોકોમાંથી એક છો જે હંમેશા ચિંતિત રહે છે. તો તેનાથી બચવા માટે આ સૌથી કારગર ઉપાય છે.


આ લોકો સાથે પસાર કરો સમય

આ લોકો સાથે પસાર કરો સમય

જેટલા વધારે એકલા રહેશો, ચિંતાજનક વિચાર પણ તેટલા જ વધારે આવશે અને તમને પરેશાન કરશે. તેના માટે નજીકના લોકોની સાથે રહેવાનો પ્રયત્ન કરો. તેમની સાથે રહેવાનો સમય પસાર કરો. ફેમિલી અને ફ્રેન્ડ્સની સાથે સમય પસાર કરી તમે ચિંતાથી મુક્તિ મેળવી શકો છો.


આ ચિંતા છોડો

આ ચિંતા છોડો

મોટાભાગના લોકો ભવિષ્યની ચિંતામાં રહે છે. તેમને હંમેશા લાગે છે કે આગળ શું થશે અને તેમની લાઈફ કેવી હશે. જ્યારે હંમેશા વર્તમાનમાં જીવવું વધારે સારૂ રહે છે. માટે કોઈ પણ આ વાતની ચિંતા ન કરો કે કાલે શું થશે.


શાંત રહો અને માઈન્ડ ને

શાંત રહો અને માઈન્ડ ને

ચિંતાથી છુટકારો મેળવવા માટે સૌથી પહેલા પોતાને શાંત રાખતા શીખો. પોતાનું ધ્યાન એ વસ્તુઓની તરફ લઈ જાઓ જે તમને સુકૂન આપે. આમ કરી તમે ચિંતાજનક વિચારોથી મુક્તિ મેળવી શકો છો.

કોઈ વાતની ચિંતા જ્યારે પણ થાય તો પોતાના માઈન્ડને બીજી તરફ ડાઈવર્ટ કરો. તેને એ કામોમાં લગાવો જે તમને સારા લાગે છે. તમે રિયાલિટી ફેસ કરીને પણ આ પ્રકારની મુશ્કેલીઓને દૂર કરી શકો છો. હકીકતે વિચારમાં ડૂબેલા વ્યક્તિ મોટાભાગે પોતાના હોશ ગુમાવી બેસે છે. માટે માઈન્ડ ડાયવર્ટ કરી તમે તેનાથી બચી શકો છો.


કંઈક લખવાની

કંઈક લખવાની

દરરોજ ડાયરી લખવાની આદતથી પણ સ્ટ્રેસ-ડિપ્રેશન જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.તેનાથી મગજમાં નકારાત્મક અને ચિંતાજનક વિચાર નહીં આવે અને માનસિક શાંતિનો અનુભવ થશે.


યોગ-મેડિટેશન કરો

યોગ-મેડિટેશન કરો

જ્યારે પણ કોઈ વાતની ચિંતા થાય તો તરત ધીમા અને ઊંડા શ્વાસ લો. આમ કરવાથી માનસિક રીતે શાંતિ મળશે. તેનાથી ચિંતામાં મુકતા વિચાર પણ ગુમાઈ જશે અને તમને સારો અનુભવ થશે.

દરરોજ થોડા સમય માટે યોગ અને મેડિટેશન કરો. આ પ્રકારની આદતથી માનસિક શાંતિ મળે છે અને ચિંતાજનક વિચાર પણ મગજથી દૂર રહે છે. તેનાથી ઉર્જાનો સંચાર થાય છે અને તમે ફિટ પણ રહો છો. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top