ભાજપની ‘વેલકમ પાર્ટી’! પૂર્વ MLA મહેશ વસાવા સહિત અનેક વિપક્ષી નેતાઓ-કાર્યકરો મોટી સંખ્યામાં જોડ

ભાજપની ‘વેલકમ પાર્ટી’! પૂર્વ MLA મહેશ વસાવા સહિત અનેક વિપક્ષી નેતાઓ-કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા! સુરત બેઠક પર અણધાર્યો ‘ટ્વિસ્ટ’?

03/11/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ભાજપની ‘વેલકમ પાર્ટી’! પૂર્વ MLA મહેશ વસાવા સહિત અનેક વિપક્ષી નેતાઓ-કાર્યકરો મોટી સંખ્યામાં જોડ

Loksabha elections 2024: લોકસભાની ચૂંટણીઓ હવે થોડાક જ અઠવાડિયા દૂર છે, ત્યારે ગુજરાત ભાજપ અને પક્ષ પ્રમુખ સી.આર. પાટીલ ફૂલ એક્શન મોડમાં આવી ગયા છે. ભાજપ આ વખતે ગમે તે ભોગે ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પરથી પ્રચંડ બહુમત સાથે વિજય મેળવવાનું મન બનાવી ચૂક્યો છે. એ માટે વિપક્ષના મોટા ગજાના નેતાઓથી માંડીને કાર્યકરોને પણ ભાજપમાં લાવવાની કવાયત આદરવામાં આવી છે. એ પ્રસંગે ગાંધીનગર ‘કમલમ’ ખાતે આજે ‘વેલકમ પાર્ટી’ જેવો માહોલ દેખાતો હતો! સાથે જ હજી જે સીટ્સ પર ઉમેદવાર જાહેર થવાના બાકી છે, ત્યાં પક્ષ કોનું નામ મૂકશે, એનો ઉચાત્પણ દેખાતો હતો.


ભૂતપૂર્વ MLA મહેશ વસાવા સહિત અનેકની ‘વેલકમ પાર્ટી’

ભૂતપૂર્વ MLA મહેશ વસાવા સહિત અનેકની ‘વેલકમ પાર્ટી’

આજે ગાંધીનગરમાં કમલમમાં ભાજપની વેલકમ પાર્ટી યોજાઇ હતી. આજની વેલકમ પાર્ટીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તમામને ભાજપનો કેસરિયો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા. આ વેલકમ પાર્ટીમાં પૂર્વ MLA મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા, આ ઉપરાંત પાલનપુરના પૂર્વ MLA મહેશ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા. આજે સંજયભાઈ મોરી ભાજપમાં જોડાયા હતા, આ ઉપરાંત જગદીશભાઈ પટેલ, બાલુભાઈ છોટુભાઈ વસાવા, કનુભાઈ વસાવા, પ્રિન્સ મકવાણા, કનુભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, ગંગારામ પટેલ, દેવસીભાઈ પટેલ, પાર્થ વસાવા, કોકિલાબેન તડવી, ચંપક વસાવા, રમેશભાઈ વસાવા અને ભરૂચ જિલ્લાના AAPના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા.


સુરતમાં મહિલા ઉમેદવારોનું પત્તું કપાશે?

સુરતમાં મહિલા ઉમેદવારોનું પત્તું કપાશે?

સુરત બેઠક પર પક્ષ તરફથી કોનું નામ મૂકાશે, એ બાબતનું સસ્પેન્સ ઘેરું થતું જાય છે. ત્રણ ટર્મથી આ બેઠક પર દર્શનાબેન જરદોશ ચૂંટાતા આવ્યા છે. આ વખતે ભાજપની પરંપરા મુજબ દર્શનાબેન વધુ એક વાર રિપીટ થાય, એવા ચાન્સ બહુ ઓછા છે. પરંતુ દર્શનાબેનને બદલે પક્ષ તરફથી અન્ય મહિલા ઉમેદવારનું નામ આવશે, એવી શક્યતા જોવાઈ રહી હતી. પણ હમણાં આવેલા ટ્વિસ્ટ મુજન મહેસાણા અને સુરત બેઠક માટે મહિલાને બદલે પુરુષ  ઉમેદવારોના નામ આવી શકે છે. જો એવું થાય તો મહેસાણાથી રજની પટેલ અને સુરતથી મુકેશ દલાલ સંભવિત ઉમેદવારો તરીકે જણાઈ રહ્યા છે. જો કે ભાજપમાં ક્યારે શું થાય, એની તો ટોચના બે-ચાર લોકો સિવાય ક્યાં કોઈને ખબર પડે છે!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top