રાજકોટમાં રૂપાલાને જીતાડવા સુરતવાળો કાંડ થઇ જાત પણ....!? કોંગ્રેસના દિગ્ગજ નેતાનો ઘટસ્ફોટ

રાજકોટમાં રૂપાલાને જીતાડવા સુરતવાળો કાંડ થઇ જાત પણ....!? કોંગ્રેસના દિગ્ગજ નેતાનો ઘટસ્ફોટ

04/25/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

રાજકોટમાં રૂપાલાને જીતાડવા સુરતવાળો કાંડ થઇ જાત પણ....!? કોંગ્રેસના દિગ્ગજ નેતાનો ઘટસ્ફોટ

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો રોમાંચ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. સુરતમાં જે રીતે કોંગ્રેસ સાથે દાંવ થયો એનાથી સૌ કોઈ વાકેફ છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા પાછળ કોઈને કોઈ ગેમ રમાઈ હોવાની ચર્ચા ચારેકોર થઈ રહી છે. ફોર્મ રદ થયા બાદથી કુંભાણી પણ ગુમ છે. આવું જ કઈંક રાજકોટ બેઠક ઉપર પણ થતા થતા રહી ગયું. કોંગ્રેસના જ એક વરિષ્ઠ નેતાએ આ મુદ્દે ઘટસ્ફોટ કર્યો છે. જો કે, આ ઉમેદવાર સામે તો ખુદ ક્ષત્રિયોએ બાંયો ચઢાવી છે.


જે સુરતમાં થયું તેવું જ રાજકોટમાં પણ થઈ જાત

જે સુરતમાં થયું તેવું જ રાજકોટમાં પણ થઈ જાત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા ડો. હેમાંગ વસાવડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે મે સાંભળ્યું છે કે કેટલાક નેતાઓ દ્વારા જેનું રાજકોટ બેઠક માટે નામ પ્રસ્તાવિત થયું હતું તે વિક્રમ સોરાણી ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. મને અને મારા મિત્રોને આ વાતની જાણ કરીને સચેત કરવા બદલ આભાર. નહીં તો જે સુરતમાં થયું તેવું જ રાજકોટમાં પણ થઈ જાત.

હેમાંગ વસાવડાએ એવું પણ કહ્યું કે આટલા કલાકો વીતવા છતાં સુરત લોકસભા ઈશ્યુ પર કોઈ તપાસ કે કાર્યવાહી થઈ નથી. કુંભાણીને ટિકિટ આપવાની ભલામણ કરવા માટે જવાબદાર તમામ નેતાઓ સામે હું કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરું છું.


નીલેશ કુંભાણી સામે હજુ કોંગ્રેસે કોઈ પગલા નથી લીધા

નીલેશ કુંભાણી સામે હજુ કોંગ્રેસે કોઈ પગલા નથી લીધા

કોંગ્રેસ નેતા ડૉ. વસાવડાએ કહ્યું હતું કે, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીમાં જઈને પરત કોંગ્રેસમાં આવેલા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ તથા વશરામ સાગઠીયા અને પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય લલિત કગથરાએ વિક્રમ સોરાણીને ઉમેદવાર બનાવવાની માંગણી કરી હતી. અને અમે તે કોંગ્રેસના કમિટેડ નેતા નથી, તેમ કહીને વિરોધ કર્યો ત્યારે અમારી સામે શિસ્તભંગના પગલા લેવાની ચીમકી પણ અપાઈ હતી. હવે તા. 27ના સોરાણી ભાજપમાં ભળી રહ્યાની વાત બહાર આવી છે, ત્યારે જો તેમને રાજકોટની ટિકિટ મળી હોત તો સુરતના કુંભાણી જેવો જ કાંડ રાજકોટમાં થઈ ચૂક્યો હોત તેવું સ્પષ્ટ જણાય છે. શહેર કોંગ્રેસ પ્રમુખનો આ અંગે સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, સોરાણી ભાજપમાં ભળી રહ્યાના અહેવાલો આવ્યા છે.

દાયકાઓથી કોંગ્રેસમાં રહેલા નેતાઓએ સુરતના નીલેશ કુંભાણી સામે હજુ કોંગ્રેસે કોઈ પગલા નથી લીધા તે અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને એવી માંગણી કરી છે કે, સુરતમાં આ વિશ્વાસઘાત કરનારને ટિકિટ કોંગ્રેસના જે મોટા નેતાઓએ અપાવી છે, તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ. આવા નેતાઓને કારણે જ કોંગ્રેસમાં આવી ઘટનાઓ વારંવાર બને છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top