અચાનક 650 રૂપિયાથી વધુ વધી ગયા આ શેરના ભાવ, દમાણીએ કંપનીમાં 2.22 લાખ શેર ખરીદ્યા, લાગ્યું અપર સ

અચાનક 650 રૂપિયાથી વધુ વધી ગયા આ શેરના ભાવ, દમાણીએ કંપનીમાં 2.22 લાખ શેર ખરીદ્યા, લાગ્યું અપર સર્કિટ

01/03/2024 Business

SidhiKhabar

SidhiKhabar

અચાનક 650 રૂપિયાથી વધુ વધી ગયા આ શેરના ભાવ, દમાણીએ કંપનીમાં 2.22 લાખ શેર ખરીદ્યા, લાગ્યું અપર સ

અબજપતિ રાધાકૃષ્ણ દમાણી (Radhakishan Shivkishan Damani)એ મોટી ડીલ કરી છે. મંગળવારે બ્લોક ડીલના માધ્યમથી VST ઇન્ડસ્ટ્રીઝ (VST Industries)માં વધારાની હિસ્સેદારી ખરીદી છે. એક્સચેન્જ ડેટા મુજબ દમાણીએ કંપનીમાં લગભગ 2.22 લાખ શેર કે 1.4 ટકા હિસ્સેદારી ખરીદી છે. આ લેવડ-લેવડ 3,390 રૂપિયા પ્રતિ શેર પર કરવામાં આવી હતી. દમાણી પાસે પોતાના રોકાણ સાધનો ડેરિવ ટ્રેડિંગ અને બ્રાઇટ સ્ટારના માધ્યમથી પહેલા જ કંપનીમાં 30.7 ટકા હિસ્સેદારી છે.


મ્યૂચ્યુઅલ ફંડનો પણ દાવ:

મ્યૂચ્યુઅલ ફંડનો પણ દાવ:

આ દરમિયાન SBI મ્યૂચ્યુઅલ ફંડે (SBI Mutual Fund) પણ ટ્રાન્ઝેક્શનમાં 1.4 ટકાની હિસ્સેદારી ખરીદી છે. એ હેઠળ સેલર HDFC મ્યૂચ્યુઅલ (HDFC Mutual Fund) ફંડ અને DSP મ્યૂચ્યુઅલ ફંડ (DSP Mutual Fund) હતા. બંને ફંડોએ મળીને 3 ટકા હિસ્સેદારી વેચી દીધી. VST Industriesમાં 67 ટકા હિસ્સેદારી પબ્લિક શેરોલ્ડર્સ પાસે છે, જ્યારે પ્રમોટરો પાસે બાકી 32 ટકાની હિસ્સેદારી છે. પબ્લિક શેરહોલ્ડિંગ હેઠળ મ્યૂચ્યુઅલ ફંડની સંયુક્ત 16 ટકા હિસ્સેદારી છે, જ્યારે કોઈ મહત્ત્વપૂર્ણ વિદેશી હિસ્સેદારી નથી.


દમાણી પાસે 14 સ્ટોક:

દમાણી પાસે 14 સ્ટોક:

રાધાકિશન દમાણી (Radhakishan Damani) પાસે સાર્વજનિક રૂપે 1.87 લાખ કરોડ રૂપિયા કારતા વધુની કુલ સંપત્તિ સાથે 14 સ્ટોક છે. વર્ષ 2023માં દમણીના પોર્ટફોલિયોમાં ટાટા ગ્રુપના ટ્રેન્ટ ટોપ પર્ફોર્મર હતો, જેણે 120 ટકા કરતાં વધુનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું. વર્ષ 2023માં તેમનું બીજું સૌથી સારું પ્રદર્શન કરનાર MNC સ્ટોક 3M India છે. દમાણી પાસે લાર્જકેપ સ્ટોકમાં 1 ટકા હિસ્સેદારી છે.


VST ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઉછાળ:

VST ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઉછાળ:

આ દરમિયાન મંગળવારે NSE પર VST Industriesના શેર 20 ટકા ઉછળીને અપર સર્કિટમાં 4,060 રૂપિયા પર બંધ થયા એટલે કે આ શેર કાલના બંધ ભાવ 3,387.75 રૂપિયાથી 677.55 રૂપિયા વધી ગયા. VST Industries સિગરેટ અને અનિર્મિત તંબાકુની અગ્રિમ નિર્માતા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top